ઘોર કલિયુગ! એક નિષ્ઠુર માતાએ પોતાના ૨૦ દિવસના બાળક સાથે કર્યું અમાનવીય કૃત્ય! એ પણ સ્વતંત્ર થવા

ઘોર કલિયુગ! એક નિષ્ઠુર માતાએ પોતાના ૨૦ દિવસના બાળક સાથે કર્યું અમાનવીય કૃત્ય! એ પણ સ્વતંત્ર થવા! જાણો વિગતે

11/20/2025 National

SidhiKhabar

SidhiKhabar

ઘોર કલિયુગ! એક નિષ્ઠુર માતાએ પોતાના ૨૦ દિવસના બાળક સાથે કર્યું અમાનવીય કૃત્ય! એ પણ સ્વતંત્ર થવા

મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં 17 નવેમ્બરના રોજ બનેલી આ કાળજું કંપાવતી ઘટનાનો તપાસ દરમિયાન ખુલાસો થયો. અહીં 22 વર્ષની એક મહિલાને તેના નવજાત બાળકની હત્યા કરવાના આરોપસર પકડી પાડવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે, આ નિર્દયી માતાએ પોતાના 20 દિવસના બાળકને વૅનગંગા નદીમાં ફેંકી હત્યા કરી દીધી.


પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ

પ્રાથમિક માહિતી મુજબ, મહિલાએ 17 નવેમ્બરના રોજ કોઈ અજાણ્યો વ્યક્તિ બાળકને ચોરી ગયું હોવાની ફરિયાદ નોંધાવી. જેના આધારે ગુમ થયેલા બાળકને શોધવાનું કામ શરૂ થયું. પરંતુ તપાસ દરમિયાન પોલીસને તેની વાત પર શંકા ગઈ. આથી, જ્યારે પોલીસે સખ્તાઈથી પૂછપરછ કરી, ત્યારે મહિલાએ પોતાનો ગુનો કબૂલી લીધો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલાએ શરૂઆતમાં એક ખોટી વાર્તા બનાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ નિર્દયી માતાએ ખુલાસો કર્યો કે, તે નોકરી કરવા અને ઈન્ડિપેન્ડેન્ટ (સ્વતંત્ર) જીવન જીવવા માંગતી હતી, પરંતુ તેને ઘરે રહીને બાળકની દેખભાળ કરવી પડતી હતી. તેને એવું લાગવા માંડ્યું હતું કે, બાળકના કારણે તે ઘરમાં પુરાઈને રહી જશે. અને આ પ્રકારના માનસિક દબાણ અને પરિસ્થિતિઓના કારણે તેણે આ અમાનવીય કૃત્ય કર્યું.


બાળકનો મૃતદેહ મળી આવ્યો

માહિતી મુજબ, આરોપી મહિલાએ પોતે જ બાળકને વૅનગંગા નદીમાં ફેંક્યું હોવાની કબુલાત કરી હતી. તેની શોધખોળ કરાયા બાદ સ્થાનિક ડાઇવર્સની મદદથી બાળકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. પોલીસે મહિલા સામે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. જો કે આ ઘટના પાછળ કોઈ બીજું કારણ કે દબાણ જવાબદાર હતું કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top