ગ્લોબલ લીડર એપ્રોવલર વલમાં PM મોદીનો જલવો, ફરી બન્યા સૌથી લોકપ્રિય નેતા, જાણો કયા રેન્ક પર છે ટ્રમ્પ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. તેમના નેતૃત્વએ તેમને વિશ્વભરમાં પ્રથમ સ્થાને લાવીને મૂકી દીધા છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી નવીનતમ ગ્લોબલ લીડર એપ્રોવલ રેટિંગ યાદીમાં તેઓ ટોચ પર છે. આ યાદી 6 થી 12 નવેમ્બર, 2025 દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે.
મોર્નિંગ કન્સલ્ટ રિપોર્ટ જણાવે છે કે આ રેટિંગ દેશના પુખ્ત વયના લોકોમાં છેલ્લા સાત દિવસના સર્વેક્ષણના સિમ્પલ મૂવિંગ એવરેજને પ્રતિબિંબિત કરે છે. આ રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન મોદીની એપ્રોવલ રેટિંગ 71 ટકા છે. ત્યારબાદ બીજા સ્થાને જાપાનના વડાપ્રધાન સના તાકાઈચી છે, જેમને સર્વે કરાયેલા લોકો તરફથી 63 ટકા એપ્રુવલ મળી છે. દક્ષિણ કોરિયાના લી જે-મ્યુંગ 58 ટકા એપ્રોવલ રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસ ચોથા સ્થાને છે, અને તેમને 58 ટકા એપ્રોવલ રેટિંગ પણ મળી છે. આર્જેન્ટિનાના જેવિયર મેઇલી યાદીમાં પાંચમા સ્થાને છે. તેમને સર્વેમાં 58 ટકા એપ્રોવલ રેટિંગ મળી છે. કેનેડાના માર્ક કાર્ની છઠ્ઠા સ્થાને છે. તેમની એપ્રોવલ રેટિંગ 49 ટકા છે. સ્વિટ્ઝર્લૅન્ડની કારિન કેલર-સટર સાતમા સ્થાને છે. તેમની અપ્રોવલ રેટિંગ 44 ટકા છે. આ એપ્રિવલ રેટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આઠમા સ્થાને છે. ટ્રમ્પનું અપ્રોવલ રેટિંગ 41 ટકા છે. મેક્સિકોની ક્લાઉડિયા શેનબૌમ નવમા સ્થાને છે. તેમની એપ્રોવલ રેટિંગ 41 ટકા છે. બ્રાઝિલની લુલા દા સિલ્વા 10મા સ્થાને છે. લુલાને એપ્રૂવલ રેટિંગ 39 ટકા છે
.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp