ગુજરાતમાં પકડાયો સીરિયન યુવક, જાણો શું છે આરોપ જેના કારણે થઈ ધરપકડ

ગુજરાતમાં પકડાયો સીરિયન યુવક, જાણો શું છે આરોપ જેના કારણે થઈ ધરપકડ

11/20/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં પકડાયો સીરિયન યુવક, જાણો શું છે આરોપ જેના કારણે થઈ ધરપકડ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસે એક સીરિયન યુવાન અને તેના સ્થાનિક સાથીની કથિત રીતે માન્ય વિઝા વિના રહેવા બદલ ધરપકડ કરી છે. દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ કડક સુરક્ષા તપાસ વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને માહિતી મળી હતી કે ખંભાળિયા નજીક ધરમપુર ગામની પ્રેસિડેન્ટ સ્કૂલમાં એક શંકાસ્પદ વિદેશી યુવક રહે છે.


દ્વારકામાં સીરિયન યુવાન અને તેના સાથીની ધરપકડ

દ્વારકામાં સીરિયન યુવાન અને તેના સાથીની ધરપકડ

માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીરિયાના જબલેહ શહેરના રહેવાસી 29 વર્ષીય અલી મૈહૂબની અટકાયત કરી. તેના સ્થાનિક સાથી 33 વર્ષીય મહિપત કચ્છતિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બંને એક જ શાળામાં રહેતા હતા અને કચ્છતિયાની શાળા સંચાલન કરતો હતો.

પોલીસે અલી મયહૂબ પાસેથી ત્રણ સીરિયન પાસપોર્ટ અને રાજકોટમાં મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશન જાહેર કરાયેલ એક સમાપ્ત થયેલ વિદ્યાર્થી વિઝા જપ્ત કર્યો. આ વિઝા છેલ્લે જુલાઈ 2023 સુધી ઓનલાઈન લંબાવવામાં આવ્યો હતો. હાલમાં તેની પાસે કોઈ માન્ય વિઝા નથી. તેણે પોલીસને UNHCR શરણાર્થી કાર્ડ પણ બતાવ્યું, જેનાથી શંકા વધુ ઘેરી બની.


આ યુવક સ્ટુડન્ટ વિઝા પર ભારત આવ્યો હતો.

આ યુવક સ્ટુડન્ટ વિઝા પર ભારત આવ્યો હતો.

પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તે 2019માં સ્ટુડન્ટ વિઝા પર ભારત આવ્યો હતો અને 2023માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ માટે ચિત્તોડગઢ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિઝા ન હોવાને કારણે તેને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે રાજકોટથી ખંભાળિયા ગયો અને તેના સાથી સાથે રહેવા લાગ્યો. પોલીસે બંને સામે ફોરેનર્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top