કર્ણાટક કોંગ્રેસમાં કલેશ! દિલ્હીમાં ખરગેને મળ્યા ડી.કે.ના ધારાસભ્ય; જાણો શું છે મામલો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કર્ણાટકના ઘણા ધારાસભ્યો સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. ધારાસભ્યોની ઈચ્છા પર બેઠક બોલાવવામાં આવી હતી. જોકે, સુરક્ષા વિભાગને બેઠક વિશે જાણ કરવામાં આવી નહોતી, જેના કારણે ગેટ પર કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. મલ્લિકાર્જૂન ખડગેએ બાદમાં બધા ધારાસભ્યો સાથે મુલાકાત કરી અને તેમની વાત સાંભળી. થોડા દિવસો અગાઉ લગભગ એક ડઝન MLCએ દિલ્હીમાં ધામા નાખ્યા હતા અને કોંગ્રેસના મહાસચિવો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે ધારાસભ્યોની દિલ્હી મુલાકાત અંગે અજ્ઞાનતા વ્યક્ત કરી.
ડી.કે. શિવકુમારે જણાવ્યું હતું કે તેમને ધારાસભ્યોની દિલ્હી મુલાકાત અંગે કોઈ માહિતી નથી. મને ખબર નથી. મારી પાસે એટલી બધી માહિતી નથી. મેં કોઈને પૂછ્યું નથી અને હું કંઈ જાણતો નથી. શિવકુમારે એમ પણ કહ્યું હતું કે તેમની તબિયત સારી નથી, એટલે તેઓ ઘરની બહાર નીકળ્યા નથી.’
ડી.કે. શિવકુમારે મુખ્યમંત્રીના એ નિવેદન પર ખુશી વ્યક્ત કરી, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી બન્યા રહેશે. તેમણે કહ્યું કે, ‘હું ખૂબ ખુશ છું. કોણે ના પાડી? કોઈએ કોઈ પ્રશ્ન ઉઠાવ્યો નહીં. પાર્ટીએ અમને જવાબદારી આપી છે અને અમે તે મુજબ કામ કરીશું. અમે બધા સાથે મળીને કામ કરીશું.’
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના છાવણીના 10 કોંગ્રેસ ધારાસભ્યો ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા જેથી પાર્ટી હાઇકમાન્ડ પર કર્ણાટકમાં લાંબા સમયથી ચાલી આવતી પાવર શેરિંગ ફોર્મ્યુલા લાગુ કરવા દબાણ કરી શકાય. આ નવી ચર્ચા ત્યારે થઈ છે, જ્યારે સિદ્ધારમૈયા સરકાર 2.5 વર્ષ કાર્યકાળ પૂર્ણ કરી રહી છે, આ એક મિડ ટર્મ પોઈન્ટ છે, જેની આસપાસ લીડરશીપની રોટેશનની વાત લાંબા સમયથી ચાલી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp