'લેન્ડ ફોર જોબ્સ કૌભાંડ' કેસમાં લાલુ પ્રસાદ યાદવના પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. લાલુ પ્રસાદ યાદવના સમગ્ર પરિવાર સામે આરોપો ઘડવામાં આવ્યા છે. પરિવારના વડા લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતી પર આરોપ નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમના પુત્ર તેજ પ્રતાપ, પુત્ર તેજસ્વી અને પુત્રી હેમા સામે પણ આરોપો નક્કી કરવામાં આવ્યા છે. કોર્ટે લેન્ડ ફોર જોબ્સ કેસમાં 98 આરોપીઓમાંથી 52 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
'લેન્ડ ફોર જોબ્સ કૌભાંડ' શું છે?
'લેન્ડ ફોર જોબ્સ કૌભાંડ' કથિત ભ્રષ્ટાચારનો કેસ છે. તે વર્ષ 2004 અને 2009ની વચ્ચે થયું હતું, જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલ્વે મંત્રી હતા. એવો આરોપ છે કે લાલુ યાદવે રેલ્વે મંત્રી તરીકેના તેમના પદનો દુરુપયોગ કરીને રેલ્વેમાં ગ્રુપ-D પદો પર નિમણૂકો કરી હતી. આ નિમણૂકોના બદલામાં, તેમણે અને તેમના પરિવારે ઉમેદવારો પાસેથી રાહત દરે અથવા ભેટ તરીકે જમીન મેળવી હતી.
તપાસ દરમિયાન, આ કેસમાં લાલુ યાદવ ઉપરાંત તેમની પત્ની રાબડી દેવી, પુત્ર તેજપ્રતાપ યાદવ, પુત્ર તેજસ્વી યાદવ અને પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવ સહિત 98 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. લાલુ પરિવાર પર આરોપ નક્કી થઈ ગયા છે, જ્યારે 52 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
લાલુ પરિવારને કેટલી સજા થઈ શકે છે?
લેન્ડ ફોર જોબ્સ કૌભાંડ કેસમાં આરોપો ઘડવામાં આવ્યા બાદ લાલુ પરિવારના સભ્યો માટે સંભવિત સજા વિશે વાત કરતાં સુપ્રીમ કોર્ટના વકીલ સંદીપ મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમ 8, 9, 11, 12 અને 13 લાગુ પડે છે. આ બધામાં 7 વર્ષ સુધીની સજા છે. કલમ 467, 468અને 471 પણ લાગુ પડે છે, જેના કારણે કુલ 10 વર્ષથી વધુ સજા થઈ શકે છે, જો બધી સજા જો એકસાથે ચાલે છે તો. પરંતુ જો કોર્ટ એક બાદ એક સજા આપે છે તો, તો સજામાં વધારો થઈ શકે છે.
તેમણે આગળ કહ્યું કે, ‘જ્યારે કોર્ટ એવો આદેશ આપે છે કે બધી સજાઓ એકસાથે ચાલશે, ત્યારે ગુનેગારે જે અપર સઇદ સજા હોય છે. એ જ સજા દોષીએ ભોગવવી પડે છે. એટલે કે કોર્ટ તરફથી જેટલા મહત્તમ વર્ષની સજા સંભાળવવામાં આવે છે, એટલા વર્ષ જ દોષીએ કોરટમાં રહેવું પડે છે.’