લો બોલો! આ કેન્દ્રીય મંત્રી ખુલ્લેઆમ કરી ભ્રષ્ટાચારની જાહેરાત! કહ્યું - ઓછામાં ઓછું ૫ ટકા તો...

લો બોલો! આ કેન્દ્રીય મંત્રી ખુલ્લેઆમ કરી ભ્રષ્ટાચારની જાહેરાત! કહ્યું - ઓછામાં ઓછું ૫ ટકા તો...., જાણો વિગતો

12/23/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

લો બોલો! આ કેન્દ્રીય મંત્રી ખુલ્લેઆમ કરી ભ્રષ્ટાચારની જાહેરાત! કહ્યું - ઓછામાં ઓછું ૫ ટકા તો...

બિહારના હિન્દુસ્તાની આવામ મોરચા (HAM-S)ના નેતા અને કેન્દ્રીય મંત્રી એવા જીતન રામ માંઝીએ ભ્રષ્ટાચાર અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. એક જાહેર કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર અને કમિશનને લઈને વિવાદીત નિવેદન આપતાં હોબાળો મચી ગયો છે. નેતાજીએ દાવો કર્યો છે કે, તમામ સાંસદો અને ધારાસભ્યો વિકાસ કામોની ગ્રાન્ટમાંથી કમિશન લે છે, તેમજ હું પણ મારી પાર્ટીના ધારાસભ્યોને આવું કરવાની સલાહ આપું છું.


દરેક સાંસદ અને ધારાસભ્ય કમિશન લે છે!

દરેક સાંસદ અને ધારાસભ્ય કમિશન લે છે!

બિહારના ગયાજી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા માંઝીએ કહ્યું હતું કે, 'જો તમે 10 ટકા કમિશન નથી લઈ શકતા, તો ઓછામાં ઓછું 5 ટકા લો. દરેક સાંસદ અને ધારાસભ્ય કમિશન લે છે. જો વિકાસ કાર્યો માટે 5 કરોડ રૂપિયા મળે છે અને તેમાં 10 ટકા કમિશન મળે તો તે 50 લાખ રૂપિયા થાય છે.' નેતાજીએ એમ પણ ઉમેર્યું કે, તેમણે પોતે પણ ઘણીવાર કમિશનના પૈસા પાર્ટી ફંડમાં આપ્યા છે.

આ ઉપરાંત, જીતન રામ માંઝીએ NDA ગઠબંધનમાં પોતાની ઉપેક્ષા થતી હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે. માંઝીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો તેમની પાર્ટીને રાજ્યસભામાં યોગ્ય પ્રતિનિધિત્વ એટલે કે એક બેઠક ફાળવવામાં નહીં આવે, તો તેઓ પોતાના રાજકીય ભવિષ્ય અને ગઠબંધનમાં રહેવા અંગે પુનઃવિચાર કરશે. તેમણે મંત્રી પદનો ત્યાગ કરવાની તૈયારી દર્શાવતા કહ્યું કે, 'જો અમને અમારો હક નહીં મળે, તો અમારે અમારો રસ્તો પોતે બનાવવો પડશે. મંત્રી પદ મારા માટે કોઈ મોટી વાત નથી; જો હું કેન્દ્રીય મંત્રીમંડળમાં નહીં રહું, તો પણ મારું રાજકીય અસ્તિત્વ અકબંધ રહેશે.'



માંઝીનું આકરું વલણ

માંઝીએ જાહેરાત કરી છે કે, તેમની પાર્ટીએ આગામી ચૂંટણીમાં 100 બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ અને જો ગઠબંધન દ્વારા તેમની આ માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ એકલા હાથે એટલે કે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા તૈયાર છે. તેમને પોતાની જ્ઞાતિના મજબૂત સમર્થનની સાથે સાથે અન્ય જ્ઞાતિઓના સાથની પણ પૂરેપૂરી અપેક્ષા છે. માંઝીની આ કબૂલાત અને આક્રમક વલણને કારણે ભાજપ સહિતના સાથી પક્ષો માટે બેઠકોની વહેંચણી માથાનો દુખાવો બની શકે છે. માંઝીના આ વલણે બિહારના રાજકારણમાં નવી ચર્ચાઓ અને ચિંતા જગાવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top