ભારતની ગુપ્તચર એજન્સીઓ, ઈડી અને સીબીઆઈ ભાજપના હાથની કઠપુતળીઓ...! જર્મનીમાં રાહુલ ગાંધીનું નિવેદ

ભારતની ગુપ્તચર એજન્સીઓ, ઈડી અને સીબીઆઈ ભાજપના હાથની કઠપુતળીઓ...! જર્મનીમાં રાહુલ ગાંધીનું નિવેદન, જાણો

12/23/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

ભારતની ગુપ્તચર એજન્સીઓ, ઈડી અને સીબીઆઈ ભાજપના હાથની કઠપુતળીઓ...! જર્મનીમાં રાહુલ ગાંધીનું નિવેદ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વિદેશની ધરતી પરથી ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી હાલ પાંચ દિવસના જર્મની પ્રવાસે છે. જ્યાં તેમણે બર્લિનની હર્ટી સ્કૂલમાં વિદ્યાર્થીઓને સંબોધતા આરોપ લગાવ્યો હતો કે, 'ભાજપ દેશના બંધારણની મૂળભૂત ભાવનાને ખતમ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે અને લોકશાહીની સ્વાયત્ત સંસ્થાઓ હવે સ્વતંત્ર નથી રહી.'


ભાજપ બંધારણને ખતમ કરી રહ્યું છે!

ભાજપ બંધારણને ખતમ કરી રહ્યું છે!

રાહુલ ગાંધીએ સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે, કેન્દ્ર સરકારે દેશના સંસ્થાગત માળખા પર સંપૂર્ણ રીતે કબજો જમાવી લીધો છે. ગુપ્તચર એજન્સીઓ, ઈડી અને સીબીઆઈને ભાજપના વિરોધીઓને નિશાન બનાવવા માટે ઉપયોગ થઈ રહ્યા છે. આ એજન્સીઓ પાસે ભાજપ વિરુદ્ધ કોઈ મામલો નથી. જો તમે કોંગ્રેસનું સમર્થન કરતા હશો તો તમને ધમકાવવામાં આવશે. રાહુલ ગાંધીએ ભાજપ પર બંધારણ અને સમાનતાના વિચારને ખતમ કરવાનો પણ આરોપ લગાવ્યો. તેમનું કહેવું હતું કે, ભાજપ બંધારણને ખતમ કરીને રાજ્યો, ભાષાઓ અને ધર્મો વચ્ચે સમાનતાને ખતમ કરવાનો પ્રસ્તાવ રાખી રહ્યો છે. અમે આ વિચારધારા વિરુદ્ધ લડી રહ્યા છીએ.

રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો કે, વર્તમાન સરકાર વિરુદ્ધ પ્રતિરોધની એક સિસ્ટમ બનશે જે સંસ્થાઓ પર ભાજપના કબજાને પડકાર ફેંકશે. આ ઉપરાંત ભારતની વૈશ્વિક રાજકારણમાં છબી વિશે વાત કરતા રાહુલે કહ્યું હતું કે, 'ભારતને અગાઉ અમેરિકાના પ્રભુત્વનો ફાયદો થયો હતો, પરંતુ હવે અમેરિકા લશ્કરી અને આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. ભારત રાજ્યોનો સંઘ છે અને કોઈ એક વ્યક્તિ આખા દેશનું ભવિષ્ય નક્કી કરી શકે નહીં. ભાજપ ચર્ચામાં માનતું નથી, જે લોકશાહી માટે ખતરો છે.' આ ઉપરાંત તેમણે વોટ ચોરીનો મુદ્દો રજૂ કરીને હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ પર ફરી એકવાર શંકા વ્યક્ત કરી હતી.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


ભાજપની પ્રતિક્રિયા

ભાજપની પ્રતિક્રિયા

રાહુલ ગાંધીના આ નિવેદનો પર આકરી પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ 'X' પર લખ્યું કે, 'રાહુલ ગાંધી કહે છે કે જો લોકો અંદરો-અંદર લડશે, તો ભારત નિષ્ફળ જશે. શું ભારતને પ્રેમ કરનાર કોઈ ભારતને નિષ્ફળ જોવા માંગશે? રાહુલ ગાંધીની કોંગ્રેસ, તેના વૈચારિક માર્ગદર્શક જ્યોર્જ સોરોસ સાથે, ભારતીય લોકશાહીમાં અરાજકતા અને અશાંતિ ઇચ્છે છે.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top