પશ્ચિમ બંગાળમાં EDની કાર્યવાહી પર મમતા બેનરજીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, અમિત શાહને ગણાવ્યા તોફાની ગ

પશ્ચિમ બંગાળમાં EDની કાર્યવાહી પર મમતા બેનરજીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, અમિત શાહને ગણાવ્યા તોફાની ગૃહમંત્રી! જુઓ વિડિયો

01/08/2026 Politics

SidhiKhabar

SidhiKhabar

પશ્ચિમ બંગાળમાં EDની કાર્યવાહી પર મમતા બેનરજીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, અમિત શાહને ગણાવ્યા તોફાની ગ

પશ્ચિમ બંગાળમાં આવનારી ચૂંટણી નજીક છે ત્યારે એક હાઇ-વૉલ્ટેજ પોલિટિકલ ડ્રામા શરૂ થઈ ગયો છે. માહિતી મુજબ, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDએ મમતા બેનર્જીની પાર્ટી TMC સાથે જોડાયેલી પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ I-PAC સાથે જોડાયેલા ઠેકાણાઓ પર દરોડા પાડતા અહીં રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે કે, EDની ટીમે IPACના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાન અને ઓફિસ પર એકસાથે દરોડા પાડ્યા છે, જેઓ IPACના પ્રમુખ છે. ઉપરાંત તેમની સંસ્થા TMCની ચૂંટણી રણનીતિ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


TMCના ડોક્યુમેન્ટ્સ ચોરીનો આરોપ

TMCના ડોક્યુમેન્ટ્સ ચોરીનો આરોપ

આ દરોડા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનરજી પોતે પ્રતીક જૈનના ઘરે પહોંચતા મામલો વધુ ગંભીર બન્યો છે. માહિતી મુજબ, ED દ્વારા આ કાર્યવાહી કથિત નાણાકીય અનિયમિતતાઓના કેસમાં કરવામાં આવી રહી છે. તપાસ ટીમ પ્રતીક જૈનના રહેઠાણ અને ઓફિસ બંને જગ્યાએ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. સવારથી જ શરૂ થયેલી આ પ્રક્રિયાને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આના પર તીવ્ર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય એજન્સીઓ પર TMCના ડોક્યુમેન્ટ્સ ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. આ ડોક્યુમેન્ટ 'ચોરી'ના આરોપો પછી ઓફિસમાંથી કેટલીક ફાઇલો ઉઠાવીને મમતા બેનર્જીના કાફલાના વાહનમાં મૂકવામાં આવી હતી.


અમિત શાહને તોફાની ગૃહમંત્રી ગણાવ્યા

અમિત શાહને તોફાની ગૃહમંત્રી ગણાવ્યા

આ ઉપરાંત મમતા બેનરજીએ કેન્દ્રીય ગૃહમંત્રી પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રીય એજન્સીઓ તેમની પાર્ટીના હાર્ડ ડિસ્ક અને ચૂંટણી પ્રચારની સામગ્રી કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ તેમણે EDની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આ બધું માત્ર રાજકીય રીતે અમને ડરાવવા-ધમકાવવા માટે કરવામાં આવી રહ્યું છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહને તોફાની ગૃહમંત્રી ગણાવ્યા હતા. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે, 'શું ઉમેદવારોનું લિસ્ટ, પાર્ટીની રણનીતિ અને પાર્ટીની યોજનાઓ ભેગી કરવાનું ED અને ગૃહ મંત્રીનું કામ છે?'

જો કે, આ અગાઉ પણ પશ્ચિમ બંગાળમાં ED અને અન્ય કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આમને-સામને થઈ ચુકી છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા અવારનવાર એવો આક્ષેપ કરવામાં આવે છે કે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ રાજકીય બદલાની ભાવનાથી કરવામાં આવી રહ્યો છે. પ્રતીક જૈન IPACના પ્રમુખ હોવાથી, જે સંસ્થા TMCની ચૂંટણી રણનીતિ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, આ દરોડાની અસર આગામી સમયમાં રાજ્યના રાજકારણ પર વધુ ઘેરી બને તેવી શક્યતા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top