સરકારી નોકરીના નામે ચાલતા મોટા કૌભાંડનો પર્દાફાશ, 6 રાજ્યોના 15 શહેરોમાં ઇડીની કાર્યવાહી! જાણો વિગતે
દેશમાં સરકારી નોકરીના નામે ચાલી રહેલાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેના પર કાર્યવાહી કરતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરે દેશના 6 રાજ્યો અને 15 શહેરોમાં ગુરૂવારે સવારે દરોડા પાડ્યા છે. આ હેઠળ એક સંગઠિત ગેંગ સરકારી નોકરીઓ આપવાના નામે લોકો સાથે ઠગાઈ કરતી હતી. તેના તરફથી લોકોને નકલી નિમણૂંક પત્ર અને કોલ લેટર જારી કરવામાં આવતા હતા. ખાસ કરી ભારતીય રેલવે સહિત પોસ્ટ વિભાગ, વન વિભાગ, ટેક્સ વિભાગ, હાઈકોર્ટ, લોક નિર્માણ વિભાગ, બિહાર સરકાર, ડીડીએ અને રાજસ્થાન સચિવાલય વગેરે જેવી ૪૦ અન્ય સરકારી વિભાગોમાં ભરતીના નામે નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી.
આ ગેંગ નકલી ઈમેલ એકાઉન્ટથી લોકોને નિમણૂંક પત્ર મોકલાતું હતું. અને તે માટે એવા ઈમેલ એડ્રેસ તૈયાર કરવામાં આવતા હતા, જે લોકોને વિશ્વાસ અપાવતા હતા કે, ખરેખર કોઈ સરકારી વિભાગ તરફથી આ મેઈલ મોકલવામાં આવ્યો છે. ઉપરાંત આ ગેંગ દ્વારા લોકોમાં વિશ્વાસ પેદા કરવા માટે કેટલાક લોકોના ખાતામાં 2થી 3 મહિનાનો પગાર પણ મોકલવામાં આવતો હતો. અહીં ગેંગ દ્વારા વિવિધ સરકારી નોકરીની લાલચ આપવામાં આવતી હતી. જેનો પર્દાફાશ કરતાં હાલ ઇડી છ રાજ્યોના કુલ 15 શહેરમાં કાર્યવાહી કરી રહી છે.
હાલ ઈડીએ આ મામલે બિહાર, બંગાળ, યુપી, તમિલનાડુ, ગુજરાત અને કેરળમાં દરોડા પાડ્યા છે. માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ઈડીએ બે સ્થળે દરોડા પાડ્યા છે. જ્યારે પ્રયાગરાજમાં 1 અને લખનૌમાં એક જગ્યાએ કાર્યવાહી કરાઈ છે. બિહારના મુઝફ્ફરપુરમાં એક જગ્યા પર અને મોતિહારીમાં બે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. ઉપરાંત, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં પણ આ ગેંગના બે સ્થળની જાણકારી મળી છે. આ સિવાય ચેન્નઈ અને રાજકોટમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. જ્યારે કેરળના તો ચાર શહેરોમાં ઈડીએ કાર્યવાહી શરૂ કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp