‘મોદી-શાહ કી કબર ખુદેગી JNU કી ધરતી પર..’, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં આપત્તિજનક નારેબાજી; જુઓ વીડિયો
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. આ પાછળનું કારણ તાજેતરના વિરોધ પ્રદર્શન હોવાનું કહેવાય છે. સોમવાર, 5 જાન્યુઆરીના રોજ, JNU કેમ્પસમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં, વિદ્યાર્થીઓ પોતાના જૂના અંદાજમાં હાથોમાં પ્લેકાર્ડ અને ઢોલ લઈને હતા હતા. JNU વિદ્યાર્થી સંઘ (JNUSU) અને ડાબેરી સંગઠનોએ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. ભાજપે આ મામલે પ્રહાર કર્યો છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી થયો હતો, જેમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને ગૌતમ અદાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાંભળી શકાય છે. જેમાં ‘મોદી-શાહ કી કબર ખુદેગી JNU કી ધરતી પર’ ‘અદાણી રાજ કી કબર ખુદેગી JNU કી ધરતી પર..’ જેવો સૂત્રોચ્ચાર સંભળાઈ રહ્યો છે.
દિલ્હી પોલીસને હજુ સુધી વિરોધ પ્રદર્શનો અને સૂત્રોચ્ચાર સામે કોઈ ફરિયાદ મળી નથી. એવું માનવમાં આવે છે કે, મામલો વધતો જોઈને દિલ્હી પોલીસ પોતે જ આ મામલાની નોંધ લઈ શકે છે.
સોમવારનો વિરોધ બે કારણોસર થયો હતો. પ્રથમ, ગઈકાલે 5 જાન્યુઆરી, 2020ના રોજ JNU કેમ્પસમાં માસ્ક પહેરેલા હુમલાખોરો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર થયેલા હુમલાને 6 વર્ષ પૂર્ણ થયા. JNUTA (શિક્ષક સંઘ) એ આ દિવસને ‘ક્રૂર હુમલા’ના રૂપમાં ઉજવ્યો અને આરોપ લગાવ્યો કે હુમલાખોરો હજુ પણ ‘માસ્ક પહેરેલા’ (પકડાયા નથી) છે. JNUSU (વિદ્યાર્થી સંઘ): વિદ્યાર્થી સંઘે ગઈકાલે રાત્રે કેમ્પસમાં ‘ગેરિલા ઢાબા’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ 2020ની હિંસા સામે પ્રતીકાત્મક વિરોધ હતો.
પ્રદર્શન પાછળનું બીજું કારણ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની મુક્તિની માંગ હતી. સોમવારે, સુપ્રીમ કોર્ટે 2020ના દિલ્હી રમખાણો કેસમાં JNUના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. વિદ્યાર્થીઓએ કોર્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને તેમની મુક્તિની માંગ કરી હતી. JNUSUએ આને ન્યાયતંત્ર પર હુમલો અને વિદ્યાર્થીઓના અવાજોને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.
આ વીડિયો સામે આવ્યા પછી, દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે સાપની ફેણ કચડી નાખવામાં આવી રહી છે. મદારી પીડાથી કણસી રહ્યા છે. UNUમાં નક્સલવાદીઓ, આતંકવાદીઓ અને તોફાનીઓના સમર્થનમાં અભદ્ર સૂત્રોચ્ચાર કરનારાઓ હતાશ છે કારણ કે નક્સલવાદીઓનો નાશ થઈ રહ્યો છે, આતંકવાદીઓને નીપટવામાં આવી રહ્યા છે અને કોર્ટ દ્વારા તોફાનીઓની ઓળખ કરવામાં આવી છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, અર્બન નક્સલીઓએ ગઈકાલે મોડી રાત્રે JNUમાં સાબરમતી હોસ્ટેલની બહાર દેશદ્રોહી ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કોઈ વિરોધ નથી, તે ભારત વિરોધી વિચારસરણીને પ્રોત્સાહન આપવાનું છે. બૌદ્ધિક આતંકવાદીઓ શિક્ષણવિદો, ડૉક્ટરો અથવા એન્જિનિયરો હોઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp