સુરતમાં વાયર ચોરવા ગયેલા ચોરો ૧૧ લાખની રોકડ જોઈ ભાન ભૂલ્યા! આ અજીબ હરકતોથી થયો પર્દાફાશ! જાણો

સુરતમાં વાયર ચોરવા ગયેલા ચોરો ૧૧ લાખની રોકડ જોઈ ભાન ભૂલ્યા! આ અજીબ હરકતોથી થયો પર્દાફાશ! જાણો

01/06/2026 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં વાયર ચોરવા ગયેલા ચોરો ૧૧ લાખની રોકડ જોઈ ભાન ભૂલ્યા! આ અજીબ હરકતોથી થયો પર્દાફાશ! જાણો

સુરત શહેરથી ગુનાખોરીના એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતના ઉધના પોલીસ મથક વિસ્તારમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો પોલીસે ભારે શોધખોળ બાદ પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓને ઝડપી પાડીને તેમની પાસેથી રૂ. 6 લાખ રોકડ રકમ જપ્ત કરી છે. મહત્વનું છે કે, ઉધના વિસ્તારમાં આવેલી ઇસ્ટન એન્જીનીયરીંગ કંપનીમાં તસ્કરોએ ગ્રીલ કટીંગ કરી પ્રવેશ કર્યો હતો અને અંદરથી કુલ રૂ. 11 લાખની રોકડ ચોરી કરી હતી.


ચોરી બાદ આ રીતે થયો પર્દાફાશ

ચોરી બાદ આ રીતે થયો પર્દાફાશ

આ ઘટનાની ગંભીરતા જોતા ઉધના પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ગ્રીલ કટીંગના આધાર પર તપાસ આગળ વધારી હતી. આરોપીઓ મૂળ કોપર વાયર ચોરીના ઇરાદે કંપનીમાં ઘૂસ્યા હતા, પરંતુ ત્યાંથી મોટી રકમ મળી જતા રોકડ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તપાસમાં ખુલ્યું કે, મુખ્ય આરોપી દીપકના ઘરે રીનોવેશનનું કામ ચાલી રહ્યું હતું અને તેણે પોતાના ઘરની બહાર રાખેલા રેતીના ઢગલામાં ચોરીની રોકડ છુપાવી હતી. આરોપી દીપક અગાઉ પણ ઉધના પોલીસ મથકમાં ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. ચોરી બાદ આરોપીઓએ સોશિયલ મીડિયામાં બેફામ વર્તન પણ કર્યું હતું. જ્યારે આનંદ ઉર્ફે લક્કીએ ઇન્સ્ટાગ્રામ પર રૂપિયા સાથેનો ફોટો મૂકી “Going to Bombay” જેવી પોસ્ટ કરી હતી.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


ચોરને પૈસા ગણતા નહોતું આવડતું!

ચોરને પૈસા ગણતા નહોતું આવડતું!

તપાસ દરમિયાન આરોપીઓની ઓળખ થતાં પોલીસે શુભમ ઉર્ફે નેપાલી શેરા સિંગ, દીપક ઉર્ફે કાલીયો અનિલભાઈ જયસ્વાલ અને આનંદ ઉર્ફે લક્કી રાજુંભાઈ સોનવણેને ઝડપી પાડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી શુભમ નેપાલી અને દીપકે ચોરી કરી હતી અને બંનેને પૈસા ગણતા પણ આવડતું નહોતું. શુભમે અડધા રૂપિયા લક્કીના ઘરે રાખ્યા હતા તેમજ ચોરીના પૈસાથી રૂ. 11 હજારનો રૂમ ભાડે લીધો હતો. ઉપરાંત, ચોરીના પૈસાથી નવો કેમેરો ખરીદ્યો અને મીના બારમાં પણ ગયા હતા. હાલ, ઉધના પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને કાયદેસર રીતે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે ચોરીના બાકીના પૈસા તથા અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે પણ તપાસ કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top