ભારતીય ક્રિકેટનો આ 'ગબ્બરસિંહ' ફરી કરવા જઈ રહ્યો છે લગ્ન! જાણો કોણ છે આ વિદેશી દુલ્હન?
ભારતીય ક્રિકેટ ટીમનો આ 'ગબ્બર' ફરી લગ્નના તાંતણે બાંધવા જઈ રહ્યો છે. માહિતી મુજબ, ટૂંક સમયમાં શિખર ધવનના જીવનમાં બીજી વખત લગ્નની શરણાઈ વાગશે. ધવન પોતાની ગર્લફ્રેન્ડ અને આયર્લેન્ડની સુંદર મોડલ સોફી શાઇન સાથે લગ્નગ્રંથિએ જોડાવા જઈ રહ્યો છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અને હવે સત્તાવાર આ સંબંધને નામ આપવા જઈ રહ્યા છે.
અહેવાલો અનુસાર, ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં દિલ્હી-એનસીઆરમાં આ કપલના લગ્ન પ્રસંગનો એક ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં ક્રિકેટ જગતના દિગ્ગજો અને બોલિવૂડની હસ્તીઓ હાજરી આપશે. શિખર ધવન પોતે આ લગ્નની તૈયારીઓમાં અંગત રસ લઈ રહ્યો છે જેથી આ નવી શરૂઆત યાદગાર બની રહે. લગ્નની તૈયારીઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. મહત્વનું છે કે, શિખર ધવન અને સોફી સાઈન વચ્ચે છેલ્લા લાંબા સમયથી પ્રેમસંબંધ ચાલી રહ્યો છે.
શિખર અને સોફીની પ્રથમ મુલાકાત થોડા વર્ષો પહેલા દુબઈમાં થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે મિત્રતા થઈ અને ધીમે-ધીમે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. હાલમાં જ રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન સોફી સ્ટેન્ડમાં શિખર સાથે જોવા મળી હતી, ત્યારથી જ સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઈને અટકળો તેજ થઈ હતી. આ સિવાય IPL 2024માં પણ સોફી ઘણી વખત શિખર ધવનને સપોર્ટ કરતી જોવા મળી હતી. ઉપરાંત, સોશિયલ મીડિયા પર પણ નાના-નાના સંકેતો અને જાહેરમાં બંને સ્પોટ થવા લાગ્યા હતા. જેથી ફેન્સે તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી.
સોફી આયર્લેન્ડની એક પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે. તેણે આયર્લેન્ડની જ કેસલરોય કોલેજમાંથી પ્રારંભિક અભ્યાસ કર્યા બાદ લિમરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે. હાલમાં તે અબુ ધાબીમાં આવેલી 'નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશન'માં સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટના ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. પોતાની સુંદરતા અને સ્ટાઇલિશ અંદાજને કારણે તે અવારનવાર લોકોનું ધ્યાન ખેંચે છે, તેમ છતાં તે અંગત જીવનમાં લાઈમલાઈટથી દૂર રહેવાનું અને સાદગી જાળવી રાખવાનું વધુ પસંદ કરે છે.
ઉલ્લેખનીય છે કે, શિખરના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયન નાગરિક આયેશા સાથે થયા હતા. જેનાથી તેમને ઝોરાવર ધવન નામનો દીકરો પણ છે. શિખરથી ઉંમરમાં 10 વર્ષ મોટી આયેશા કિકબોક્સર છે. ધવને 2012માં આયેશા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2021માં આયશા અને શિખર અલગ થયા હતા અને 2023માં તેમના સત્તાવાર રીતે છૂટાછેડા થયા હતા. હવે શિખર પોતાની જિંદગીની નવી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp