ભાજપના નેતાનું રિતેશ દેશમુખના પિતા પર વિવાદાસ્પદ નિવેદન, અભિનેતાએ પણ આપ્યો જવાબ; જુઓ વીડિયો

ભાજપના નેતાનું રિતેશ દેશમુખના પિતા પર વિવાદાસ્પદ નિવેદન, અભિનેતાએ પણ આપ્યો જવાબ; જુઓ વીડિયો

01/06/2026 Politics

SidhiKhabar

SidhiKhabar

ભાજપના નેતાનું રિતેશ દેશમુખના પિતા પર વિવાદાસ્પદ નિવેદન, અભિનેતાએ પણ આપ્યો જવાબ; જુઓ વીડિયો

મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણના એક નિવેદનથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખની યાદોને તેમના ગૃહનાગર લાતુરમાંથી ‘ભૂંસી નાખવાની વાત કહી. ચવ્હાણના આ નિવેદનની કોંગ્રેસ દ્વારા સખત નિંદા કરવામાં આવી છે, જ્યારે વિલાસરાવના 2 પુત્રો, અમિત અને રિતેશ દેશમુખે પણ તીખી પ્રતિક્રિયા આપી છે. ખાસ કરીને બોલિવૂડ સ્ટાર રિતેશ દેશમુખે ચવ્હાણની ટિપ્પણીનો તેમના પિતાના વારસાને લોકોના હૃદયમાં અતૂટ ગણાવતા ચવ્હાણની ટિપ્પણીને જડબાતોડ જવાબ આપ્યો હતો.


આખરે ચવ્હાણે શું કહ્યું હતું?

આખરે ચવ્હાણે શું કહ્યું હતું?

સોમવારે મધ્ય મહારાષ્ટ્રના લાતુરમાં ભાજપના કાર્યકરોની એક સભાને સંબોધતા, ચવ્હાણે તેમને હાથ ઉંચા કરીને ‘ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવવા કહ્યું. જોરદાર નારાઓ પછી, તેમણે પક્ષના કાર્યકરોને કહ્યું કે, ‘તમારો ઉત્સાહ જોઈને, હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે વિલાસરાવ દેશમુખની યાદો આ શહેરમાંથી ભૂંસી નાખવામાં આવશે.’ સભામાં હાજર શ્રોતાઓએ જોરદાર તાળીઓ પાડી. કોંગ્રેસ પાર્ટીએ તરત જ આ નિવેદન પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ એક એવા નેતાના યોગદાનને ઓછું આંકવાનો પ્રયાસ કરી રહી છે જેમણે રાજ્યના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.


કોંગ્રેસે નિવેદન પર આપ્યો જવાબ

કોંગ્રેસે નિવેદન પર આપ્યો જવાબ

મુંબઈમાં આપવામાં આવેલા એક નિવેદનમાં, કોંગ્રેસે કહ્યું કે આવા નિવેદનો સત્તાના ઘમંડ અને દેશમુખના વારસા પ્રત્યેની અજ્ઞાનતા દર્શાવે છે. એવું કોઈ નથી, જે લાતુરમાંથી દેશમુખની યાદો ભૂંસી શકે. ઘણા લોકો આવા ઇરાદા સાથે આવ્યા હતા, પરંતુ લાતુરના સ્વાભિમાની લોકોએ તેમને તેમની ઔકાત બતાવી દીધી.’ કોંગ્રેસે ભારપૂર્વક જણાવ્યું કે દેશમુખે લાતુરને રાષ્ટ્રીય ઓળખ અપાવી અને પોતાનું આખું જીવન જિલ્લાના વિકાસ માટે સમર્પિત કર્યું. પાર્ટીએ ભાજપના નેતાઓ પર લાતુરની મુલાકાત દરમિયાન સત્તાના નશામાં ચૂર થઈને બેજવાબદાર અને અપમાનજનક ટિપ્પણીઓ કરવાનો આરોપ લગાવ્યો. પાર્ટીએ કહ્યું, આવા નેતાઓને વિલાસરાવ દેશમુખ અને લાતુર વચ્ચેના ઊંડા જોડાણ વિશે શું જ્ઞાન છે?’

ભાજપને ચેતવણી આપતા કોંગ્રેસે કહ્યું કે લાતુરના લોકો તેમના સક્ષમ અને પ્રતિભાશાળી સપત્ર’ના અપમાનને ક્યારેય સહન કરશે નહીં અને આવી ટિપ્પણીઓનો કડક જવાબ આપશે. મહારાષ્ટ્રના બે વખત મુખ્યમંત્રી રહેલા દેશમુખ લાતુરના રહેવાસી હતા અને પ્રદેશના વિકાસમાં તેમના યોગદાનને હજુ પણ યાદ કરવામાં આવે છે. વિલાસરાવના પુત્ર અને કોંગ્રેસ નેતા અમિત દેશમુખે પણ ચવ્હાણ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ‘ચવ્હાણની ટિપ્પણી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. તેનાથી લાતુરના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. સ્વર્ગસ્થ મુખ્યમંત્રી દેશમુખ લાતુરના દરેક વ્યક્તિના દિલમાં જીવિત છે. આવી યાદોને બહારના વ્યક્તિની ટિપ્પણીઓથી ભૂંસી શકાતી નથી. ભાજપના નેતાઓએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.

View this post on Instagram

A post shared by Riteish Deshmukh (@riteishd)

તો, વિલાસરાવના બીજા પુત્ર અને બોલીવુડ સ્ટાર રિતેશ દેશમુખે ચવ્હાણના નિવેદન પર સીધી અને ભાવનાત્મક પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, ‘બંને હાથ ઉંચા કરીને કહી રહ્યો છું લોકો માટે કામ કરનાર વ્યક્તિનું નામ લોકોના મનમાં અંકિત હોય છે. લખેલું ભૂંસી શકાય છે, પરંતુ મનમાં અંકિત થયેલું નહીં. જય મહારાષ્ટ્ર.’ રિતેશનું નિવેદન સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યું છે, જ્યાં તેમણે તેમના પિતાની યાદો હંમેશા લોકોના હૃદયમાં જીવંત રહેવાની વાત કહી. આ વિવાદ મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવી ચર્ચાને જન્મ આપી શકે છે, જ્યાં વિલાસરાવ દેશમુખનો વારસો કોંગ્રેસ માટે મજબૂત આધાર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top