ફરી ગુજરાતની આ પાંચ કોર્ટને મળ્યો બોમ્બથી ઉડાવવાનો મેઈલ, તાત્કાલિક આ પગલાં લેવાયા! જાણો શું છે

ફરી ગુજરાતની આ પાંચ કોર્ટને મળ્યો બોમ્બથી ઉડાવવાનો મેઈલ, તાત્કાલિક આ પગલાં લેવાયા! જાણો શું છે સમગ્ર મામલો

01/06/2026 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ફરી ગુજરાતની આ પાંચ કોર્ટને મળ્યો બોમ્બથી ઉડાવવાનો મેઈલ, તાત્કાલિક આ પગલાં લેવાયા! જાણો શું છે

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની સતત ધમકીઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા અમદાવાદની બાર સ્કુલોને આવી જ ધમકીઓ આપવામાં આવતા લોકોમાં દરનો માહોલ ફેલાયો હતો. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટ સહિત સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લાલ દરવાજા સ્થિત અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ ભરૂચ, આણંદ અને રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાના  ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા છે. જેના કારણે લોકોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. માહિતી મુજબ, સોમવારે મોડી રાત્રે એક અજાણ્યા વ્યક્તિએ સુરત અને અમદાવાદ સહિતની કોર્ટના ઓફિશિયલ આઈડી પર મેઈલ કરીને આખા બિલ્ડિંગને RDXથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


તમામ કચેરીઓમાં કામગીરી ઠપ

તમામ કચેરીઓમાં કામગીરી ઠપ

આ ધમકીને ગંભીરતાથી લેતા ગુજરાત હાઈકોર્ટ તેમજ અન્ય તમામ જિલ્લાની કોર્ટમાં પ્રવેશબંધી કરી દેવાઈ છે. આ ઉપરાંત ન્યાયિક કામગીરી પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાઈ છે. અને વહીવટી તંત્રએ વકીલો, સ્ટાફ અને અસીલોને સલામત રીતે પરિસરની બહાર મોકલી દીધા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડ દ્વારા પાર્કિંગ, કેન્ટીન અને કોર્ટ બિલ્ડિંગના દરેક માળ પર ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. જો કે, પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.


સાયબર ક્રાઈમની મદદ

સાયબર ક્રાઈમની મદદ

પ્રાથમિક તપાસમાં આ પ્રકારની ધમકીના ઈ-મેઇલ ભારત બહારથી કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારના મેઇલ કરીને પેનિક સર્જવાનો પ્રયાસ કરાતો હોવાનું લાગી રહ્યું છે. હાલ રાજ્યની સુરક્ષા એજન્સીઓ હવે આ ધમકી ભર્યા મેઈલ મોકલનારના મૂળ સુધી પહોંચવા સાયબર ક્રાઈમની મદદ લઈ રહી છે. ઉપરાંત, જ્યાં સુધી પ્રિન્સિપલ જજ દ્વારા નવો આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી કોર્ટનું તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top