"મારા છ બાળકો છે, તમે આઠ બાળકો પેદા કરો. કોણ રોકે....'કોના પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી! જાણો વિગતો
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી વસ્તી વધારા અને બાળકો પેદા કરવાની સંખ્યાને લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ ઝંપલાવ્યું છે. માહિતી મુજબ, ભાજપ નેતા નવનીત રાણાના 'ચાર બાળકો' વાળા નિવેદન પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ જવાબ આપતાં કહ્યું છે કે, તેમને વધુ બાળકો પેદા કરતા કોણ રોકી રહ્યું છે?
ઓવૈસીએ મહારાષ્ટ્રના અકોલામાં એક રેલીને સંબોધતા નવનીત રાણાનું નામ લીધા વિના આ મુદ્દે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "મારા છ બાળકો છે. કોણ કહી રહ્યું છે કે, ચાર બાળકો હોવા જોઈએ. ચાર કેમ? આઠ બાળકો પેદા કરો, તમને કોણ રોકી રહ્યું છે?" ઉપરાંત તેમણે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુના નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો હતો, અને ટોણો માર્યો હતો કે જો બધા જ વધુ બાળકોની સલાહ આપતા હોય તો તમે કેમ નથી કરતા?
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપ નેતા નવનીત રાણાએ હિંદુઓને અપીલ કરતા કહ્યું હતું કે, ભારતને પાકિસ્તાન બનતું રોકવા માટે દરેક હિંદુ પરિવારે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે, એક ચોક્કસ સમુદાય વધુ બાળકો પેદા કરીને દેશની વસ્તીનું સંતુલન બગાડવાની યોજના બનાવી રહ્યો છે. આ લોકો ખુલ્લેઆમ કહે છે કે, તેમની ચાર પત્નીઓ અને 19 બાળકો છે. જો તેઓ દેશને પાકિસ્તાનમાં બદલવા માંગતા હોય, તો આપણે માત્ર એક બાળકથી કેમ સંતોષ માનવો જોઈએ?"
ત્યારે આ મામલે કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે ભાજપ અને આરએસએસની આ વિચારધારાને 'પાગલપન' ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, વસ્તી વૃદ્ધિના મામલે આપણે માત્ર વૈજ્ઞાનિક અભિગમ જ અપનાવવો જોઈએ, ન કે અંધવિશ્વાસુ વાતો સાંભળવી જોઈએ. એમ પણ જે રાજ્યો વસ્તી સ્થિર કરી શક્યા નથી તેઓ પહેલેથી જ મુશ્કેલીમાં છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp