ચીનની જાણીતી રેસ્ટોરાંમાં બે છોકરાએ કરી એવી ગંદી હરકત કે, માતા-પિતાએ ભરવો પડ્યો કરોડો રૂપિયાનો દંડ! જાણો
ચીનના શાંઘાઈમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાની એક પ્રખ્યાત હૈદિલાઓ હોટપોટ રેસ્ટોરન્ટમાં બે છોકરાઓએ એવું કૃત્ય કર્યું જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. તેમની આ હરકતથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે તેમના કૃત્યોની સજા તેમના માતા-પિતાને મળી છે.
ચીનમાં 24 ફેબ્રુઆરી 2025ના રોજ, બે 17 વર્ષના છોકરાઓ, જેમનું નામ અટક વુ અને તાંગ છે. નશાની હાલતમાં શાંઘાઈમાં એક ખાનગી ડાઇનિંગ રૂમમાં ટેબલ પર ચઢી ગયા હતા. અને ત્યાં તેઓએ જાણી જોઈને ઉકળતા હોટપોટ સૂપમાં પેશાબ કર્યો હતો, જેનો ઉપયોગ ગ્રાહકો માટે માંસ અને શાકભાજી રાંધવા માટે થાય છે. જો કે અન્ય કોઈપણ ગ્રાહકે આ ગંદા સૂપનું સેવન કર્યું નહોતું. પરંતુ આ વીડિયોથી દેશભરમાં આક્રોશ ફેલાયો અને રેસ્ટોરન્ટની પ્રતિષ્ઠાને ખૂબ નુકસાન પહોંચ્યું હતું. હૈદિલાઓ ચીનના સૌથી લોકપ્રિય હોટપોટ રેસ્ટોરન્ટ્સમાંનું એક છે, જે સિચુઆન પ્રાંતના ઝિયાનયાંગમાં ઉદ્ભવે છે. આજે, તે વિશ્વભરમાં 1,000 થી વધુ રેસ્ટોરન્ટ ચલાવે છે.
તેથી હૈદિલાઓએ સાવચેતીના ભાગ રૂપે 4,000 થી વધુ ગ્રાહકોને દસ ગણા રોકડ વળતરની ઓફર કરી હતી. વધુમાં, બધા વાસણોનો નાશ કરવામાં આવ્યો અને નવા ખરીદવામાં આવ્યા, અને રેસ્ટોરન્ટને સંપૂર્ણપણે સાફ કરવામાં આવ્યું. અને સિચુઆનના ઝિયાનયાંગમાં પોલીસને આ બાબતની જાણ કરી હતી, જ્યાં કંપનીનું મુખ્ય મથક છે. જેના આધારે આ છોકરાઓની ધરપકડ કરવામાં આવી. માર્ચમાં, કંપનીએ એક સિવિલ કેસ દાખલ કરીને જાહેર માફી અને 2.3 મિલિયન યુઆન (2.7 કરોડ) નુકસાનની માંગ કરી હતી.
કોર્ટ દ્વારા છોકરાઓના માતા-પિતા તેમની ફરજ નિભાવવામાં નિષ્ફળ ગયા હોવાથી તેમને પ્રતિષ્ઠા અને વ્યવસાયિક નુકસાન માટે 2 મિલિયન યુઆન (2.4 કરોડ), ટેબલવેર નુકસાન અને સફાઈ માટે 130,000 યુઆન (15.4 લાખ) અને કાનૂની ફી તરીકે 70,000 યુઆન (8.3 લાખ) ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. છોકરાઓ અને તેમના માતા-પિતાને સગીરોની ઉંમરને કારણે ગોપનીયતાની સુરક્ષા સાથે, નિયુક્ત અખબારોમાં જાહેર માફી માગવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp