ફ્લિપકાર્ટ પરથી ખરીદ્યો હતો iPhone 16, બોક્સ ખોલતા જ ઊડી ગયા હોશ, વીડિયોમાં જુઓ અંદરથી શું નીકળ્યું
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ તાજેતરમાં જ પૂર્ણ થયો. કંપનીએ દાવો કર્યો હતો કે તેણે ઘણી શાનદાર ડીલ્સ અને ઑફર્સ આપી છે. વેચાણ હવે પૂર્ણ થયું છે, પરંતુ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. એક વ્યક્તિએ જણાવ્યું કે તેણે ફ્લિપકાર્ટ પરથી iPhone 16 ખરીદ્યો અને બોક્સ ખોલતાં ત આશ્ચર્યચકિત થઈ ગયો. @bharaths028 નામના એકાઉન્ટ યુઝરે X પ્લેટફોર્મ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ પોસ્ટ કરી છે. પોસ્ટમાં તે વ્યક્તિએ લખ્યું કે તેણે સેલ દરમિયાન iPhone 16 ઓર્ડર કર્યો હતો. જ્યારે તેણે ડિલિવરી બોય પાસે બોક્સ ઓપન કરાવ્યુ તો તેના હોશ ઊડી ગયા.
વીડિયો બતાવે છે કે જ્યારે iPhone 16 ડિલિવરી થવાનો હતો અને જ્યારે બોક્સ ખોલ્યું તે આશ્ચર્યચકિત થઈ ગયો. વીડિયો બતાવવામાં આવ્યૂ છે કે ફ્લિપકાર્ટ ડિલિવરી બોક્સ ખોલ્યા બાદ અંદરથી એક સેમસંગનો સ્માર્ટફોન મળી આવ્યો. તેણે આ વીડિયો ઓનલાઈન શેર કર્યો.
Ordered iPhone 16 in @Flipkart’s Big Billion Days, got a Samsung S24 instead! 😡 This feels like a straight-up scam! Why hype up massive sales if you cant even deliver what was promised? Anyone else facing this? #Flipkart #BigBillionDaysScam @flipkartsupport - fix this! pic.twitter.com/iTpTw5Cg8F — Bharath Kumar S (@bharaths028) October 2, 2025
Ordered iPhone 16 in @Flipkart’s Big Billion Days, got a Samsung S24 instead! 😡 This feels like a straight-up scam! Why hype up massive sales if you cant even deliver what was promised? Anyone else facing this? #Flipkart #BigBillionDaysScam @flipkartsupport - fix this! pic.twitter.com/iTpTw5Cg8F
ફ્લિપકાર્ટે પોસ્ટનો જવાબ આપ્યો છે. ફ્લિપકાર્ટે શરૂઆતમાં માફી માગી અને પછી વપરાશકર્તા પાસે તેના ઓર્ડરની વિગતો મોકલવા કહ્યું. જો કે, સમસ્યા ઉકેલાઈ ગઈ છે કે નહીં તે અંગે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. જોકે, અમે આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતા નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp