ભૂલ ભૂલૈયા ફિલ્મ જેવી ઘટના અહીં રોજ બને છે! જાણો હૈદરાબાદનાં આ મોસ્ટ હોન્ટેડ કિલ્લા વિશે

ભૂલ ભૂલૈયા ફિલ્મ જેવી ઘટના અહીં રોજ બને છે! જાણો હૈદરાબાદનાં આ મોસ્ટ હોન્ટેડ કિલ્લા વિશે

04/21/2022 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

ભૂલ ભૂલૈયા ફિલ્મ જેવી ઘટના અહીં રોજ બને છે! જાણો હૈદરાબાદનાં આ મોસ્ટ હોન્ટેડ કિલ્લા વિશે

હૈદરાબાદની સીમા નજીક સ્થિત ગોલકોંડા કિલ્લો ભારતના સૌથી વધુ ભવ્યતા ધરાવતાં કિલ્લાઓમાંનો એક છે. શરૂઆતમાં કાકતીય શાસકો દ્વારા પવિત્ર સ્થળની આસપાસ માટીની દીવાલો બાંધી કિલ્લા તરીકે બાંધવામાં આવ્યું હતું, બે સદી બાદ(1364), બહમની રાજવંશે આ જગ્યા હસ્તગત કરી. જોકે, 1518 માં કુતુબ શાહે બહમની સલ્તનતથી અલગ થઈને કુતુબશાહી રાજવંશની રચના કરી અને ગોલકોંડાને તેની રાજધાની જાહેર કરી. ત્યારથી લગભગ 60 વર્ષના સમયગાળા માટે પ્રથમ ત્રણ કુતુબશાહી રાજાઓએ આ કિલ્લાને પોતાનું સ્થળ બનાવ્યું. વિશાળ કિલ્લાનું ગ્રેનાઈટનાં પથ્થરોથી પુનઃનિર્માણ કર્યું અને તેને લગભગ 5 કિમીનાં ક્ષેત્રમાં વિસ્તાર્યું.


કુતુબશાહી શાસન

કુતુબશાહી શાસન

16મી સદી દરમિયાન, કિલ્લાની ફરતે એક વિશાળ દિવાલ બનાવવામાં આવી હતી. 1590 માં, કુતુબશાહી શાસકોએ તેમની રાજધાની હૈદરાબાદ ખસેડી. 1686 માં, મુઘલ સમ્રાટ ઔરંગઝેબે હૈદરાબાદને કબજે કરવાના ઇરાદા સાથે ગોલકોંડા કિલ્લા પર હુમલો કર્યો. 1687 માં, એક દેશદ્રોહીએ કુતુબશાહી વંશ સાથે દગો કર્યો અને ઔરંગઝેબની સેના કિલ્લાના સંરક્ષણનો ભંગ કરવામાં સફળ રહી. ઔરંગઝેબે કિલ્લાને લૂંટી અને નાશ કર્યો અને તેને ખંડેર બનાવી દીધો. જોકે કિલ્લાની ભવ્યતા બરકરાર હતી.


શું સાચે જ આ કિલ્લો હોન્ટેડ માનવામાં આવે છે?

શું સાચે જ આ કિલ્લો હોન્ટેડ માનવામાં આવે છે?

જ્યારે અહીં કુતુબશાહીનું શાસન હતું ત્યારે તારામતી અને પ્રેમામતી એક આગવું શૈલ્ય ધરાવતી મહાન નર્તકીઓ હતી. આ કિલ્લો એક મુખ્ય પ્રવાસી આકર્ષણ છે અને મૂવી સેટ માટેના મનપસંદ સ્થળોમાંનો એક છે. ગોલકોંડા કિલ્લાના અંધારા ખૂણા, માર્ગો, ખાલી પહોળી જગ્યાઓ અને મોટી બારીઓની આસપાસ ફરીને નિહાળવું એ એક આકર્ષક અનુભવ છે. જોકે અફવા મુજબ આ કિલ્લો ભૂતિયો છે તેમ માનવામાં આવે છે. ઘણા લોકોએ જ્યારે આ કિલ્લાનાં ઊંડા ભાગોમાં ઉતરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે ભયાનક અનુભવો થયા. શાહી દરબારમાં વારંવાર નૃત્ય કરતી તારામતીનું સ્વરૂપ ઘણીવાર દેખાયું છે. તારામતીની આત્મા હજી પણ 'તારામતી બારાદરી' જગ્યાએ માં ભટકે છે.


લોકોએ સાંભળ્યા વિચિત્ર અવાજો

અફવાઓ મુજબ, કુતુબશાહી શાસકોની આત્માઓ આજે પણ ગોલકોંડા કિલ્લામાં ભ્રમણ કરે છે. ઘણા લોકોએ એમ પણ દાવો કર્યો છે કે રાત્રે આ કિલ્લામાંથી વિચિત્ર અવાજો સાંભળવા મળે છે. કેટલાક પ્રવાસીઓએ કિલ્લામાં પડછાયાનો પણ અનુભવ કર્યો છે. કેટલાક જૂના ફોટોગ્રાફ્સ અને તસવીરો ઉંધી થઈ હોય તેવા કિસ્સાઓ પણ બન્યા હતા. કબૂતરખાનામાં ઘણીવાર વાસણો દીવાલો સાથે અથડાતા જોવા મળે છે.


સાંજે છ વાગ્યા બાદ કિલ્લો બને છે ભૂતિયા

સાંજે છ વાગ્યા બાદ કિલ્લો બને છે ભૂતિયા

સાંજે 6 વાગ્યા બાદ કિલ્લામાં રહેવાનું વલણ ધરાવે છે તેઓ આ પેરાનોર્મલ એક્ટીવીટીના સાક્ષી બન્યાં છે. ફિલ્મના શૂટિંગ વખતે ક્રૂ સામાન્ય રીતે સાંજ પછી કિલ્લામાં રહ્યાં હતા. તેઓએ ઘણીવાર પીડાથી રડતા લોકોના ત્રાસદાયક અવાજો સાંભળ્યા હતા.

(નોંધ  આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top