મહિલાને થયો એલિયન્સ સાથે પ્રેમ! કહ્યું, 'એલિયન્સ રોજ મને તેમની તસ્વીર મોકલે છે'

મહિલાને થયો એલિયન સાથે પ્રેમ! કહ્યું, 'એલિયન્સ રોજ મને તેમની તસ્વીર મોકલે છે'

03/10/2022 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

મહિલાને થયો એલિયન્સ સાથે પ્રેમ! કહ્યું, 'એલિયન્સ રોજ મને તેમની તસ્વીર મોકલે છે'

સમગ્ર વિશ્વમાં એલિયન્સ વિશે અલગ-અલગ પ્રકારના દાવા કરવામાં આવે છે. વિજ્ઞાનીઓ દાયકાઓથી એ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે? કેટલાંક દાવા મુજબ એલિયન કોઈ બીજી દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે, એવું પણ માનવામાં આવે છે. આ દરમિયાન એક મહિલાએ કરેલા દાવાએ બધાને ચોંકાવી દીધા છે. મહિલાનો દાવો છે કે તે ઘણી વખત એલિયન્સને મળી છે. એટલું જ નહીં પરંતુ એલિયન્સ તેને તેમની અંગત તસવીરો પણ મોકલે છે. જાણો આ વિચિત્ર મહિલાની ખરેખર શું વાત છે.


અજબ ગજબ દાવો

અમેરિકી રાજ્ય મિસૌરીમાં રહેતી 29 વર્ષની મહિલા લીલી નોવાએ દાવો કર્યો છે કે, તે એલિયન્સને મળી છે. તેનું કહેવું છે કે એલિયન્સ ફિલ્મ 'અવતાર'માં દર્શાવવામાં આવેલા એલિયન્સ જેવા જ દેખાય છે. મહિલાએ જણાવ્યું કે કોરોનાના કારણે વિશ્વવ્યાપી લોકડાઉનના સમયે તે પહેલીવાર વર્ષ 2020માં એલિયનને મળી હતી. તેમજ તે એકવાર નહીં પણ ઘણીવાર એલિયન્સને મળી ચૂકી છે.


લોકડાઉનમાં પહેલીવાર એલિયનને મળી મહિલા!

લોકડાઉનમાં પહેલીવાર એલિયનને મળી મહિલા!

લીલીએ દાવો કર્યો હતો કે તેણે લોકડાઉનમાં પહેલીવાર એલિયનને જોયો હતો. મહિલાએ જણાવ્યું કે તે એક વખત રાત્રે હવા લેવા ઘરની બહાર ગઈ હતી. તે ખુલ્લા આકાશ નીચે ચાલી રહી હતી. ત્યારે તેણે પડોશમાં એક તેજસ્વી પ્રકાશ જોયો. પહેલા તો લીલીને લાગ્યું કે આ કોઈ એરક્રાફ્ટ હશે, પરંતુ જ્યારે તેણે ધ્યાનથી જોયું તો તેના હોશ ઉડી ગયા. લીલીએ યુએફઓ જોયું હતું. મહિલાએ જણાવ્યું કે, એલિયન્સ ટેલિપેથી દ્વારા તેમની તસવીરો તેને મોકલે છે. તે તેના ચિત્રો તેણીને મોકલે છે કારણ કે જ્યારે તેણી પ્રથમ વખત એલિયનને મળી ત્યારે તેણી ખૂબ ડરી ગઈ હતી. એટલા માટે એલિયન્સ તેમની તસવીરો મોકલી રહ્યા છે, જેથી તેમના ડરને દૂર કરી શકાય.


આછી વાદળી ત્વચાવાળા હોય છે એલિયન્સ

આછી વાદળી ત્વચાવાળા હોય છે એલિયન્સ

લીલીના કહેવા મુજબ આ ઘટનાના થોડા મહિના પછી તે ફરી એકવાર એલિયનને મળી. હવે તે એલિયન્સને રોજ મળે છે. લીલીએ વધુ એક ચોંકાવનારો દાવો કર્યો છે. મહિલાનું કહેવું છે કે તે અન્ય ગ્રહો પર રહેતા અનેક પ્રકારના જીવોને પણ મળી છે. અન્ય ગ્રહોના જીવો એલિયન્સ જેવા છે. પહેલી વાર તેણે નિસ્તેજ વાદળી ત્વચાવાળી છોકરી જોઈ. તે છોકરી ખૂબ જ સુંદર હતી. જો કે તેના માથા પર વાળ નહોતા. મહિલાએ જણાવ્યું કે તે એલિયનના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top