"પોનીટેલ પુરુષોને ઉત્તેજિત કરે છે": ચીનની આ શાળામાં છોકરીઓને પોનીટેલ વાળવા પર પ્રતિબંધ!

"પોનીટેલ પુરુષોને ઉત્તેજિત કરે છે": ચીનની આ શાળામાં છોકરીઓને પોનીટેલ વાળવા પર પ્રતિબંધ!

03/15/2022 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

શાળાનો છોકરીઓ માટે એક એવો વિચિત્ર નિયમ જે જાણીને તમને પણ થશે આશ્ચર્ય! સામાન્યરીતે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કેટલાંક નિયમ હોય છે. જેમકે સ્વચ્છ યુનિફોર્મમાં આવવું, નખ કાપવા, વાળમાં તેલ નાખવું કે છોકરીઓએ ચોટલા વાળવા વગેરે વગેરે..પણ જાપાનની એક શાળામાં છોકરીઓ માટે એક એવો નિયમ બન્યો જે જાણીને તમને સખત નવાઈ લાગશે. નિયમ એમ છે કે, 'શાળાની કોઈપણ છોકરીએ પોનીટેલ વાળીને નહીં આવવું!' વાંચીને આશ્ચર્ય થયું ને? કારણ જાણીને થઈ જશો દંગ.


પોનીટેલ પર પ્રતિબંધ

પોનીટેલ પર પ્રતિબંધ

જાપાનની એક શાળામાં છોકરીને પોનીટેલ વાળી શાળામાં આવવા પર પ્રતિબંધ મુકાયો છે. સાથે જ આ નિયમ બનાવવા પાછળનું કારણ એ છે કે, છોકરીઓને પોનીટેલ વાળેલી જોઈને પુરુષો ઉત્તેજિત થઈ જાય છે. મોજાંની લંબાઈથી લઈને અન્ડરવેરના રંગના નિયમન સુધી, જાપાનની શાળાઓમાં વિદ્યાર્થીઓએ શું પહેરીને આવવું તેના કડક આદેશ આપવામાં આવે છે. લગભગ ઘણી જાપાનીઝ શાળાઓએ છોકરીઓથી લઈને મહિલા સુધી દરેકે પોનીટેલ વાળવા પર  પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે એમ માનવામાં આવે છે કે, તેમની ગરદનના ભાગને જોઈને પુરૂષ વિદ્યાર્થીઓને "જાતીય રીતે ઉત્તેજિત" કરી શકે છે.


છોકરીઓ માત્ર સફેદ રંગના અન્ડરવેર પહેરી શકે છે

છોકરીઓ માત્ર સફેદ રંગના અન્ડરવેર પહેરી શકે છે

જાપાનમાં શાળાઓમાં પોનીટેલ પ્રતિબંધ સિવાય, આવા અન્ય ઘણા નિયમો છે જે ખૂબ જ વિચિત્ર છે. અહીં ઘણી શાળાઓમાં બાળકોના મોજાં, સ્કર્ટની લંબાઈ અને અન્ડરવેરના રંગને લઈને વિચિત્ર નિયમો છે. અહીં છોકરીઓ સફેદ રંગના અન્ડરવેર પહેરીને જ સ્કૂલમાં આવી શકે છે. આ સિવાય તેના વાળનો રંગ કાળા સિવાય અન્ય કોઈ રંગ પર હોવો જોઈએ નહીં.


વિચિત્ર નિયમોનું પાલન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી

વર્ષ 2020 માં, આ નિયમને લઈને જાપાનના ફુકુઓકા વિસ્તારની ઘણી શાળાઓમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે મુજબ પોનીટેલ ઊંચી હોવાથી છોકરીઓની ગરદન દેખાતી હોવાને કારણે તેણે જોઈ પુરુષો જાતીય ઉત્તેજના અનુભવે છે. આ કારણોસર શાળાઓમાં છોકરીઓને પોનીટેલ વાળીને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે છોકરીઓ પાસે આવા વિચિત્ર નિયમોનું પાલન કરાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.


વાલીઓએ કર્યો હતો વિરોધ

વાલીઓએ કર્યો હતો વિરોધ

 અહેવાલ મુજબ,  હજી પણ કેટલી શાળાઓ પોનીટેલ પર પ્રતિબંધ લાદે છે તેના કોઈ રાષ્ટ્રવ્યાપી આંકડા નથી, પરંતુ 2020 ના સર્વેક્ષણ સૂચવે છે કે ફુકુઓકાના દક્ષિણ પ્રીફેક્ચરમાં દસમાંથી લગભગ એક શાળાએ આ હેરસ્ટાઇલ પર પ્રતિબંધ મૂક્યો છે. ગયા વર્ષે જૂનમાં વિદ્યાર્થીઓ અને માતા-પિતાએ આવા નિયમો સામે વાંધો ઉઠાવ્યો હતો, જેણે જાપાનની સરકારને તમામ પ્રીફેક્ચરલ બોર્ડ ઓફ એજ્યુકેશનને શાળાના કઠોર આદેશમાં સુધારો કરવા માટે અપીલ કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top