પત્ની અને 2 પુત્રીઓની હત્યા, 7 વર્ષના પુત્રએ આ રીતે બચાવ્યો ભાઈનો જીવ

પત્ની અને 2 પુત્રીઓની હત્યા, 7 વર્ષના પુત્રએ આ રીતે બચાવ્યો ભાઈનો જીવ

06/08/2022 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

પત્ની અને 2 પુત્રીઓની હત્યા, 7 વર્ષના પુત્રએ આ રીતે બચાવ્યો ભાઈનો જીવ

રાજસ્થાન ડેસ્ક : રાજસ્થાનના ઉદયપુરમાં એક વ્યક્તિએ તેની પત્ની અને બે પુત્રીઓની હત્યા કરી નાખી. પોલીસે માત્ર 24 કલાકમાં જ જંગલમાંથી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે તેને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા છે. જેના કારણે તેણે દારૂના નશામાં તેની પત્ની અને બંને છોકરીઓની પથ્થરમારો ને હત્યા કરી હતી.


ઘટના વિશે પાડોશી એ માહિતી આપી.

ઘટના વિશે પાડોશી એ માહિતી આપી.

લોકોને આ ઘટનાની જાણ સવારે થઈ, જ્યારે તેમના પાડોશીઓ કોઈ કામ માટે પોપટના ઘરે પહોંચ્યા. જ્યાં તેણે પોપટની પત્ની કાલી દેવી (25), તેની બે પુત્રીઓ 7 વર્ષની સુમિત્રી અને 4 વર્ષની બાયા કુમારીના મૃતદેહ જોયા હતા. આ અંગે ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.


24 કલાક માં જ પોલીસે આરોપીને પકડી લીધો.

24 કલાક માં જ પોલીસે આરોપીને પકડી લીધો.

ઘટનાસ્થળે પહોંચી પોલીસે ત્રણેયના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. બાતમીદારની માહિતીના આધારે હત્યાના 24 કલાકમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. SHO પવન સિંહે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અને તેની પત્ની વચ્ચે અગાઉ પણ ઝ્ગડા થયા હતા. આરોપી તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીએ રાત્રે સૂતી વખતે આ ઘટનાને અંજામ આપ્યો હતો.


7 વર્ષના દીકરા એ નાના ભાઇનો જીવ બચાવ્યો.

7 વર્ષના દીકરા એ નાના ભાઇનો જીવ બચાવ્યો.

પોલીસે જણાવ્યું કે, બૂમો સાંભળી ને આરોપીનો સાત વર્ષનો પુત્ર ઉભો થયો અને તેના દૂધપિતા નાના ભાઈ ને ખંભા પર ઉપાડી ને જંગલ તરફ ભાગ્યો અને તેનો અને તેના ભાઈનો જીવ બચાવ્યો. આ પછી તેણે આ અંગે નજીકમાં રહેતા નાનાને જાણ કરી હતી. 

પત્ની અને બંને પુત્રીઓની હત્યા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. મૃતક મહિલાના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top