સ્કૂલની બોર્ડ મીટિંગમાં મહિલાએ કરી ચોંકાવનારી હરકત, 'પોતાના એક પછી એક કપડાં ઉતારી....' જુઓ વિડી

સ્કૂલની બોર્ડ મીટિંગમાં મહિલાએ કરી ચોંકાવનારી હરકત, 'પોતાના એક પછી એક કપડાં ઉતારી....' જુઓ વિડીયો

10/03/2025 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

સ્કૂલની બોર્ડ મીટિંગમાં મહિલાએ કરી ચોંકાવનારી હરકત, 'પોતાના એક પછી એક કપડાં ઉતારી....' જુઓ વિડી

તાજેતરમાં અમેરિકાની એક સ્કૂલની બોર્ડ મીટિંગ દરમિયાન એક મહિલાએ એવી હરકત કરી દીધી કે ભારે હોબાળો મચી ગયો હતો. મીટિંગ દરમિયાન, મહિલાએ અચાનક એક પછી એક પોતાના કપડાં ઉતારવાનું શરૂ કર્યું અને ફક્ત બિકીનીમાં આવી ભાષણ આપવા લાગી હતી. આ ઘટના કેલિફોર્નિયામાં બની હતી. માહિતી મુજબ, મહિલાનું નામ બેથ બોર્ન છે, જેણે અગાઉ આવા જ વિવાદો ઉભા કરી ચુકી છે.


શું છે સમગ્ર મામલો?

માહિતી મુજબ, આ મહિલા ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓને તેમની પસંદગીના લોકર રૂમ અને વોશરૂમનો ઉપયોગ કરવાની મંજૂરી આપતી જિલ્લાની નીતિનો વિરોધ કરી રહી હતી. આ મહિલા મોમ્સ ફોર લિબર્ટી નામની સંસ્થાની પ્રમુખ છે. જ્યારે તે ડેવિસ જોઈન્ટ યુનિફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ બોર્ડ મીટિંગમાં હાજરી આપવા પહોંચી હતી, ત્યારે તેણીએ આ હરકત કરી હતી.

કપડાં ઉતારતી વખતે, મહિલાએ કહ્યું કે, “હું ડેવિસ યુનિફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટમાં એક માતાપિતા છું, અને હું આજે અહીં અમારી જુનિયર હાઇ સ્કૂલ, એમર્સન, હોમ્સ અને હાર્પર જુનિયર હાઇમાં લોકર રૂમ માટેની તમારી નીતિઓ વિશે વાત કરવા આવી છું. હમણાં, અમારા વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણના વર્ગો માટે કપડાં ઉતારવાની જરૂર છે. તેથી, હું તમને ફક્ત તે કહેવા જઈ રહી છું કે, જ્યારે હું કપડાં ઉતારું છું ત્યારે તેઓ કેવું અનુભવે છે.” આ હરકત કરી મહિલાએ કહ્યું કે, હાલના નિયમો હેઠળ છોકરીઓ કેટલી અસુરક્ષિત અનુભવી શકે છે તે બતાવવા માંગતી હતી. તેમને કપડાં ઉતારવાનું જેમ જેમ શરૂ કર્યું, મીટિંગમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ અને બોર્ડ સભ્યોએ મીટિંગ મુલતવી રાખવી પડી હતી.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top