ભારતમાં બની રહેલા ક્રૂર હત્યાઓના કિસ્સાઓમાં સામે આવ્યો વધું એક વિચિત્ર કિસ્સો! છોકરીના મોઢામાં .... જાણીને મગજ ચકરાઈ જાશે??
ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં હત્યાના એવા એવા કાળજું કંપાવનારા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે કે જેણે બધાને ચોંકાવી દીધા છે. જેમાં કોઈએ તેના પતિની હત્યા કરીને વાદળી ડ્રમમાં નાખી દીધો, તો કોઈએ તેની પ્રેમિકાને પ્રેશર કુકરમાં ઉકાળી, તો કોઈએ લાશના ટુકડાઓ કરી તેને ફ્રીજમાં ભર્યા. આવા કાળજું કંપાવનારા કિસ્સાઓ સામે આવતા લોકોમાં રોષની સાથે ડરનો પણ માહોલ ફેલાયો છે.
તાજેતરમાં દહેજના મામલે નિક્કી હત્યાનો કિસ્સો ખૂબ ચર્ચામાં છે, જેમાં નિક્કીના સાસરિયાઓએ તેને જીવતી સળગાવી દીધી હતી. આ મામલો હજુ શાંત નથી થયો ત્યાં હવે હત્યાનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે પોલીસને પણ ચોંકાવી દીધા છે. આ અત્યાર સુધીની સૌથી વિચિત્ર અને ક્રૂર પદ્ધતિ છે. મૈસુરની એક લોજમાંથી એક છોકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની હત્યા મોઢામાં વિસ્ફોટ મૂકીને કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
સિદ્ધિરાજા નામનો એક છોકરો અને દર્શિતા નામની છોકરી કર્ણાટકના મૈસુરના એક લોજમાં રહેતા હતા. 24 ઓગસ્ટના રોજ સિદ્ધિરાજા ભોજન લેવાના બહાને લોજમાંથી નીકળી ગયો. અને પાછો ફરીને તેણે લોજ સ્ટાફને કમ્પ્લેન કરી કહ્યું કે, તેના રૂમનો દરવાજો અંદરથી બંધ છે. અંતે, માસ્ટર ચાવીથી દરવાજો ખોલવામાં આવ્યો. પરંતુ દરવાજો ખોલ્યા પછી જે દેખાયું તેનાથી બધાના હોશ ઉડી ગયા. અંદર પેલી યુવતીની લાશ પડી હતી, જેનો ચહેરો સંપૂર્ણ રીતે છૂંદાઈ ગયો હતો.
જ્યારે હોટલ સ્ટાફ દ્વારા પોલીસને ફોન કરવામાં આવ્યો, ત્યારે સિદ્ધેરજાની પૂછપરછ કરવામાં આવી. ત્યારે તેણે પોલીસને જણાવ્યું કે, તેની ગર્લફ્રેન્ડ ઘણીવાર તેનો ફોન ચાર્જ પર હોય ત્યારે વાત કરતી હતી. એટલે કે, તેણે મોબાઇલ બ્લાસ્ટ તરફ ઈશારો કર્યો હતો. જો કે, જ્યારે ફોરેન્સિક તપાસ કરવામાં આવી ત્યારે વિસ્ફોટકો મળી આવ્યા હતા. અને ઘટનાસ્થળેથી કેટલાક વાયર પણ મળી આવ્યા હતા. તેથી થોડા કલાકોમાં જ ખબર પડી ગઈ કે, આ બ્લાસ્ટ દર્શિતાના મોંમાં બોમ્બ મૂકીને કરવામાં આવ્યો હતો.
દર્શિતા પહેલાથી જ પરિણીત હતી, જ્યારે સિદ્ધરાજા તેને લગ્નનું દબાણ કરી રહ્યો હતો પરંતુ દર્શિતા તેના માટે તૈયાર નહોતી. તેથી તેણે આ રીતે દર્શિતાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. વિસ્ફોટક એટલો બધો હતો કે દર્શિતાનો ચહેરો જ ઉડી ગયો, આરોપીએ આ માટે રિમોટનો ઉપયોગ કર્યો હતો. આરોપી એવું સાબિત કરવા માગતો હતો કે, મોબાઈલ બ્લાસ્ટને કારણે તેની પ્રેમિકાનું મોત થયું છે. પરંતુ પોલીસની સઘન તપાસમાં તેનો અસલી ચહેરો ઉઘાડો પડી ગયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp