આ માણસે ન જેવી વાતને લઈને પોલીસ બોલાવી લીધી! કારણ જાણીને નવાઈ લાગશે
સામાન્ય રીતે પતિ-પત્નીના ખાટ્ટા-મીઠાં સંબંધોમાં ક્યારેક તિરાડ પડી શકે છે. આ સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ ભરેલો હોય છે. અને આ સંબંધમાં રકઝક ચાલ્યા જ કરે છે. પરંતુ જો પતિ-પત્ની માંથી કોઈ એક દ્વારા આવી કોઈ રકઝકને મોટું સ્વરૂપ આપવામાં આવે તો? તેલંગાણામાં રહેતા એક પતિ પત્ની વચ્ચે એવી એક અજુગતી ઘટના બની જેમાં નજીવી વાતને લઈને પતિએ તેને મોટું સ્વરૂપ આપ્યું. એણે આ બાબને લઈને પોલીસને ફોન કર્યો અને પછી આખી ઘટના બહાર આવી.
તેલંગાણામાં રહેતા નવીન નામના આ વ્યક્તિએ તેનો ફોન ઉપાડ્યો અને તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો. એણે કહ્યું, "મારી પત્ની મારા માટે મટન કરી નથી બનાવી રહી." જ્યારે ફોન ઓપરેટરે આ વાત સાંભળી ત્યારે તેઓએ વિચાર્યું કે આ એક ટીખળ છે. પરંતુ જ્યારે નવીને છ વખત કંટ્રોલ રૂમને ફોન કર્યો ત્યારે ઘટનાને લઈને પોલીસ સજાગ બની.
ઘટના એવી હતી કે નવીન નશામાં ધૂત થઈને ઘરે આવ્યો હતો અને તેને ખરીદી લાવેલું મટન તેની પત્નીને આપી 'મટન કરી' બનાવવા માટે કહ્યું હતું. પરંતુ જ્યારે પત્નીએ બનાવી આપવાનો ઇનકાર કર્યો તો તેણે સીધો પોલીસને ફોન કરી દીધો હતો!
જોકે, સામાન્ય વાતને લઈને પોલીસ બોલાવવાનું નવીનને ભારે પડ્યું હતું. શનિવારે સવારે કેટલાક પોલીસકર્મીઓ કનાગલ મંડળના ચેરલા ગૌરારામ ગામમાં નવીનના ઘરે પહોંચ્યા અને નવીનને કસ્ટડીમાં લીધો હતો. તેની પર ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 290 અને 510 હેઠળ (શરાબી વ્યક્તિ દ્વારા જાહેર સ્થળોએ ઉપદ્રવ અને ગેરવર્તણૂક) ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર, પોલીસકર્મી જયારે નવીનના ઘરે ગયા ત્યારે નવીન નશામાં ધૂત જોવા મળ્યો. પોલીસ તેની ધરપકડ કરીને સ્ટેશને લઈ ગઈ હતી.
આ ઘટના બાદ પોલીસ વિભાગ તરફથી લોકોને જણાવવામાં આવ્યું કે 100 નંબર મુશ્કેલ કે આપતકાલીન પરિસ્થિતિમાં પોલીસની મદદ મેળવવા માટે હોય છે. તેનો આવો દુરુપયોગ ન કરવાની સૂચના આપવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp