હવે દિવ્યાંગ પર ટિપ્પણી કરીને ફસાયો સમય રૈના, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આ ખૂબ જ...’
Samay Raina: ઈન્ડિયા ગોટ લેટેન્ટ મામલે સમય રૈનાની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિવ્યાંગ અંગેની સમય રૈનાની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સમય રૈનાને દિવ્યંગતા અને બીમારી પર મજાક કરવા બદલ રૈનાને પક્ષકાર બનાવવા અને રણવીર અલ્લાહબાદિયા કેસમાં સમય રૈનાને પક્ષકાર બનવાનો આદેશ આપ્યો છે. સાથે જ, સુપ્રીમ કોર્ટે સમય રૈનાની ક્લિપ રેકોર્ડ પર લીધી છે, જેમાં તેણે એક અંધ વ્યક્તિ સાથે જ 2 મહિનાના બાળકની મજાક ઉડાવી હતી, જેને જીવિત રહેવા માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂરિયાત હતી.
વાસ્તવમાં, આ આરોપો ક્યોર SMA ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા લગાવવામાં આવ્યા છે. ફાઉન્ડેશને કોર્ટને જણાવ્યું હતું કે, સમય રૈનાએ એક શૉ દરમિયાન 2 મહિનાના બાળકના કિસ્સામાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનના વિકલ્પની મજાક ઉડાવી હતી. સમય રૈનાએ કહ્યું હતું કે, કોઇ ગેરન્ટી નહીં કે એ બાળક તે ઇન્જેક્શન બાદ પણ બચશે. તે મરી પણ શકે છે. જો બાળક બચી ગયું અને પછી મોટો થઈને કહે કે હું કવિ બનવા માગું છે.
લાઈવ લૉના રિપોર્ટ અનુસાર, આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ કાંતે કહ્યું કે, 'આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. અમે આ જોઈને ખરેખર પરેશાન છીએ. અમે ઈચ્છીએ છીએ કે તમે આ ઘટનાઓને પણ રેકોર્ડ પર લાવો. જો તમારી પાસે પ્રતિલેખ સાથે વીડિયો-ક્લિપિંગ હોય, તો તેને લાવો. સંબંધિત વ્યક્તિઓને સામેલ કરો અને એવા ઉકેલો પણ સૂચવો જે તમને યોગ્ય લાગે. પછી અમે જોઈશું. તાજેતરમાં, માતા-પિતા પર ટિપ્પણીને કારણે થયેલા વિવાદમાં, શૉ સાથે સંકળાયેલા લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતે પણ ખૂબ વેગ પકડ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp