પોતાની પાછળ આટલા કરોડની સંપત્તિ છોડી ગયા મનોજ કુમાર, જાણો નેટવર્થ
Manoj Kumar Net Worth: બોલિવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા છે. મનોજ કુમારે મુંબઈની કોકિલાબેન ધીરુબાઈ અંબાણી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મનોજ કુમાર ઘણા સમયથી બીમાર હતા. બીમારીના કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનોજ કુમારના નિધનથી એક યુગનો અંત આવ્યો છે. સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને બોલિવુડ સેલેબ્સ સુધી દરેક તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
મનોજ કુમારે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું અને પ્રોડ્યૂસ કરી છે. ચાલો તમને જાણીએ કે મનોજ કુમાર પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા છે. મનોજ કુમારનું અસલી નામ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી છે. તેમને ઇન્ડસ્ટ્રીમાં મનોજ કુમારના નામથી ઓળખ મળી. તેમની દેશભક્તિની ફિલ્મોને કારણે તેમને ભારત કુમાર તરીકે ઓળખાતા હતા. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરતી હતી.
સેલિબ્રિટી નેટ વર્થના રિપોર્ટ અનુસાર મનોજ કુમારની કુલ સંપત્તિ 170 કરોડ રૂપિયા છે.
તેમનું નેટવર્થ લાંબી સફળ સિનેમા કારકિર્દીથી છે. તેમણે ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા, દિગ્દર્શક અને પટકથા લેખક તરીકે કામ કર્યું છે.
તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખૂબ હિટ રહી છે.
અહેવાલો અનુસાર, ગોસ્વામી ટાવર નામથી એક મોટી ઇમારત છે જે મનોજ કુમારના નામે છે.
મનોજ કુમારની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાં ‘હરિયાલી ઔર રાસ્તા’, ‘વો કૌન થી’, ‘હિમાલય કી ગોદ મેં’, ‘શહીદ’, ‘ઉપકાર’, ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘ક્રાંતિ’નો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ મનોજ કુમારે ન માત્ર મનોરંજન કર્યું, પરંતુ તેમની અંદર દેશભક્તિ પણ જાગૃત કરી દીધી હતી.
મનોજ કુમારને 1992માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને ‘ઉપકાર’, ‘રોટી કપડા અને મકાન’ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. 2015માં તેમને ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp