આ શહેરના તંત્રની મામુલી બેદરકારી એક નિવૃત્ત DySPના પુત્ર માટે કાળ સાબિત થઈ, જુઓ વિડિયો
વડોદરાના સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ખુલ્લો પડેલ ડ્રેનેજ મેન હોલ એક યુવાન માટે કાળ સાબિત થયો છે. માહિતી મુજબ, મૃતક યુવાન વિપુલસિંહ ઝાલા નિવૃત્ત DySPના પુત્ર હતા. જેઓ ત્યાંથી પગપાળા પસાર થઈ રહ્યા હતા.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
પ્રાથમિક વિગતો મુજબ, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાણીની ટાંકીની બહાર પાઇપલાઇન નાખવાનું કામ ચાલતું હોવાથી મોટી પાઇપોનો ખડકલો પડ્યો હતો. નજીકમાં લારીઓ પણ હતી અને અંધારું હોવાથી કોર્પોરેશનનું ચેતવણીનું બોર્ડ જોઈ શકાય તેમ ન હતું. વિગતો મુજબ, નિવૃત્ત DySPના પુત્ર વિપુલસિંહ ઝાલા ચાલીને ઘરે જઈ રહ્યા હતા. આ તરફ રસ્તા પર યોગ્ય લાઇટ ન હોવાના કારણે અને મેન હોલ ખુલ્લો હોવાને કારણે તેઓ ધ્યાન ન આપી શક્યા અને સીધા તેમાં પડી ગયા. જ્યારે યુવક ખુલ્લી ગટરમાં પડ્યો હોવાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી યુવકનું રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં સ્થાનિકોએ સાથે મળીને દોરડા વડે યુવકને બહાર કઢાયો હતો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના બાદ પરિવારમાં ભારે શોક અને આક્રંદ છવાયો છે. એક જવાબદાર પરિવારના યુવાન દીકરાને માત્ર તંત્રની બેદરકારીના કારણે જીવ ગુમાવવો પડ્યો. આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શહેરમાં ખુલ્લા મેનહોલ કેમ રાખવામાં આવે છે? શું આટલી મોટી બેદરકારી માટે કોઈ જવાબદાર નથી? ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ગીર સોમનાથના તાલાલા-સાસણ રોડ પર તંત્રના પાપે ખુલ્લી રહી ગયેલી ગટરમાં એક 10 વર્ષનું બાળક પડી ગયું હતું. જો કે, સદનસીબે સ્થાનિકોની સમયસૂચકતાથી બાળકનો આબાદ બચાવ કરાયો હતો. પણ જો જીવનું જોખમ ઊભું થાત તો તે માટે જવાબદાર કોણ?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp