રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાફેલ વિમાનમાં ભરી ઉડાણ, જુઓ વીડિયો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાફેલ વિમાનમાં ભરી ઉડાણ, જુઓ વીડિયો

10/29/2025 National

SidhiKhabar

SidhiKhabar

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાફેલ વિમાનમાં ભરી ઉડાણ, જુઓ વીડિયો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ બુધવારે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશન પર રાફેલ વિમાન ભરી હતી. તેમણે તેને એક યાદગાર અનુભવ ગણાવ્યો અને કહ્યું કે આ શક્તિશાળી રાફેલ વિમાન પરની પહેલી ઉડાણે દેશની સંરક્ષણ ક્ષમતાઓ પર ફરી ગર્વ કરાવ્યો. રાષ્ટ્રપતિએ રાફેલ વિમાનમાં સવાર થતા પહેલા જી-સૂટ પહેર્યો હતો. તેઓ ભારતીય વાયુસેનાના 2 ફાઇટર વિમાન ઉડાણ ભરનારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે. અગાઉ, તેમણે 2023માં સુખોઈ 30 MKIમાં ઉડાણ ભરી હતી.. આ એક ઐતિહાસિક પ્રસંગ છે, જે ભારતીય વાયુસેનાના ગૌરવ અને દેશમાં વધતી જતી મહિલા શક્તિને પ્રતિબિંબિત કરે છે.


સોશિયલ મીડિયા પર અનુભવ શેર કર્યો

સોશિયલ મીડિયા પર અનુભવ શેર કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, ‘રાફેલ પર ઉડાણ ભરવું મારા માટે એક યાદગાર અનુભવ છે. આ શક્તિશાળી રાફેલ વિમાન પરની પહેલી ઉડાણે મારા દેશની અંદર સંરક્ષણ ક્ષમતાઓ માટે નવી રીતે ગર્વની ભાવના ભરી દીધી છે. સશસ્ત્ર દળો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું, ‘હું ભારતીય વાયુસેના અને વાયુસેના સ્ટેશન, અંબાલાની સમગ્ર ટીમને આ ઉડાણ સફળતાપૂર્વક આયોજિત કરવા બદલ અભિનંદન આપું છું.’


સુખોઈ-30 MKIમાં ઉડાણ

સુખોઈ-30 MKIમાં ઉડાણ

રાષ્ટ્રપતિ મૂર્મુએ ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાણ ભરી હોય તેવી આ પહેલી ઘટના નથી. તેમણે આ અગાઉ 8 એપ્રિલ, 2023ના રોજ આસામના તેજપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ-30 MKIમાં ઉડાણ ભરી હતી. અંબાલા એર બેઝ દેશનો એક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક બેઝ છે, જ્યાં રાફેલ સ્ક્વોડ્રન, ગોલ્ડન એરોઝ, તૈનાત છે.

રાફેલ એ જ વિમાન છે જેનો ઉપયોગ ઓપરેશન સિંદૂર દરમિયાન થયો હતો. આ વિમાને પાકિસ્તાની આતંકવાદીઓના ઠેકાણાઓને તબાહ કર્યા હતા અને તેમના ઠેકાણાઓ અને એરબેઝ પર સચોટ હુમલાઓ કરીને તેની ઘાતક ક્ષમતા દર્શાવી હતી. પહેલગામ હુમલા બાદ 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થયું હતું. ત્યારબાદ 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top