દિગ્ગજ બોલરને મળ્યું સરનું બિરુદ, 6 વર્ષ બાદ કોઈ ક્રિકેટરને મળ્યું આ સન્માન, જુઓ વીડિયો
ઇંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર અને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને વિન્ડસર કેસલ ખાતે એક સમારોહ દરમિયાન બ્રિટિશ શાહી પરિવારના સભ્ય પ્રિન્સેસ એની દ્વારા નાઈટહૂડ એટલે કે સરની ઉપાધિ આપવામાં આવી હતી. 43 વર્ષીય એન્ડરસનને એપ્રિલ 2024 માટે ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકના રિઝાઇનેશન ઓનર્સ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા. ક્રિકેટમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને આ ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. લેન્કેશાયર ક્રિકેટ ક્લબે X પર એન્ડરસનનો ફોટો શેર કરીને આ માહિતી શેર કરી. લેન્કેશાયરે લખ્યું, ‘સર જેમ્સ એન્ડરસન! જીમી માટે એક ખાસ દિવસ, કારણ કે તેને વિન્ડસર કેસલ ખાતે પ્રિન્સેસ એની તરફથી નાઈટહૂડની પદવી પ્રાપ્ત થઈ છે! સર્વકાલીન મહાન ફાસ્ટ બોલર.’
એન્ડરસને જુલાઈ 2024માં લોર્ડ્સ ખાતે રમેલી પોતાની છેલ્લી ટેસ્ટ સાથે તેમના 21 વર્ષના કરિયરને વિદાય આપી હતી. તેને પોતાની 188 ટેસ્ટ કારકિર્દીમાં 704 ટેસ્ટ વિકેટો લીધી, જે એક ઝડપી બોલર દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ વિકેટોનો રેકોર્ડ છે. આ યાદીમાં તેમનાથી આગળ ફક્ત દિગ્ગજ સ્પિનરો મુથૈયા મુરલીધરન (800) અને શેન વોર્ન (708) છે. તેમણે ODI ક્રિકેટમાં 269 વિકેટ પણ લીધી હતી, જે ઇંગ્લેન્ડ માટે એક રેકોર્ડ છે, જોકે તેમણે છેલ્લી ODI મેચ 2015માં રમી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ એન્ડરસને 2024 સીઝન દરમિયાન તેમની કાઉન્ટી ટીમ, લંકાશાયર માટે રમવાનું ચાલુ રાખ્યું, જે લગભગ એક દાયકા બાદ T20 ક્રિકેટમાં તેમની વાપસી કરી. તેણે 'ધ હન્ડ્રેડ' ટુર્નામેન્ટમાં માન્ચેસ્ટર ઓરિજિનલ્સ માટે વાઇલ્ડકાર્ડ કરાર પણ મેળવ્યો હતો અને હવે તે 2025 સીઝન સુધી તેમની કાઉન્ટી કારકિર્દીને લંબાવવા માટે વાતચીત કરી રહ્યો છે.
Arise Sir Jimmy ⚔️England's leading Test wicket-taker has received his knighthood 🏏 pic.twitter.com/CEpjyaJ0i7 — Test Match Special (@bbctms) October 28, 2025
Arise Sir Jimmy ⚔️England's leading Test wicket-taker has received his knighthood 🏏 pic.twitter.com/CEpjyaJ0i7
2019 માં એન્ડ્રુ સ્ટ્રોસ બાદ, કોઈ ઈંગ્લેન્ડના ક્રિકેટરને નાઈટહૂડની ઉપાધિ આપવામાં આવી છે. જેમ્સ એન્ડરસન સરનો ખિતાબ મેળવનાર 15મો ઈંગ્લેન્ડનો ક્રિકેટર બન્યો છે. એન્ડરસનના સાથી ક્રિકેટર એલિસ્ટર કૂકને પણ આ સન્માન આપવામાં આવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp