મુશ્કેલીમાં અક્ષય કુમાર-અરશદ વારસી, ‘જોલી LLB 3’ના સિલસિલામાં કોર્ટે બંનેને મોકલ્યું સમન્સ
થોડા દિવસ અગાઉ જ અક્ષય કુમાર અને અરશદ વારસીએ ‘જોલી LLB 3’ની જાહેરાત કરી હતી અને ચાહકો ઉત્સાહથી ભરાઈ ગયા હતા. ફરી એકવાર તેઓ કોર્ટ રૂમ ડ્રામા જોવા જઈ રહ્યા હતા, પરંતુ હવે આ ફિલ્મ વિવાદોમાં ફસતી નજરે પડી રહી છે. અક્ષય અને અરશદને આ ફિલ્મના સંદર્ભમાં પુણે સિવિલ કોર્ટ તરફથી સમન્સ મળ્યા છે. આ ફિલ્મ વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી છે. ફિલ્મ 19 સપ્ટેમ્બરે રીલિઝ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલાં આ મામલો ઉકેલાઈ જશે.
વકીલ વાજેદ ખાન અને ગણેશ માસ્કેએ એક અરજી દાખલ કરી છે, જેમાં તેમણે કહ્યું છે ,કે આ ફિલ્મમાં વકીલો અને ન્યાયાધીશોને ખૂબ જ ખરાબ અને અયોગ્ય રીતે બતાવવામાં આવ્યા છે. કલાકારો અને ફિલ્મ નિર્માતાઓએ લીગલ પ્રોફેશનલ્સને ખરાબ હ્યુમર સાથે રજૂ કર્યા છે. આ મામલાને જોતા 12મા જુનિયર ડિવિઝન સિવિલ જજ જેજી પવારે ફિલ્મના કલાકારો અને નિર્માતાઓને સમન્સ મોકલ્યા છે. તેમને 28 ઓગસ્ટે કોર્ટમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે, તેમણે ફિલ્મની રીલિઝ રોકવા માટે પણ કહ્યું છે. ફિલ્મનું ટીઝર રીલિઝ થતા આ મામલો વધુ વકર્યો.
અરજદારોનું કહેવું છે કે ફિલ્મમાં બધા વકીલો ન્યાયાધીશને ‘મામુ’ કહી રહ્યા છે. આ ન્યાયતંત્રનું અપમાન છે. ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં વાઝેદે કહ્યું કે, વકીલોને કોર્ટમાં દલીલ કરતા જોઈ શકાય છે, જાણે કોઈ પારિવારિક ઝઘડો થઈ રહ્યો હોય. માન્યું કે આ માત્ર એક કાલ્પનિક કહાણું છે, પરંતુ તે સમગ્ર લીગલ કમ્યુનિટી માટે અપમાનજનક છે. આ ફિલ્મની રીલિઝ ડેટ ઝડપથી નજીક આવી રહી છે. તે 19 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રીલિઝ થશે કે નહીં, તે સમય સાથે જ ખબર પડશે.હવે એ જોવાનું રહેશે કે અરશદ અને અક્ષય 28 ઓગસ્ટે પુણે કોર્ટમાં પહોંચી શકશે કે નહીં.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp