Films: 5મા ધોરણ સુધી જ ભણી છે 90ના દાયકાની આ અભિનેત્રી, માધુરીને આપી હતી ટક્કર; ગોવિંદા-શાહરુખ

Films: 5મા ધોરણ સુધી જ ભણી છે 90ના દાયકાની આ અભિનેત્રી, માધુરીને આપી હતી ટક્કર; ગોવિંદા-શાહરુખ સાથે આપી છે હિટ ફિલ્મો

07/17/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

Films: 5મા ધોરણ સુધી જ ભણી છે 90ના દાયકાની આ અભિનેત્રી, માધુરીને આપી હતી ટક્કર; ગોવિંદા-શાહરુખ

Karisma Kapoor: બોલિવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાના અભિનય અને પોતાની અદાકારીથી લાખો લોકોને દીવાના બનાવ્યા, પરંતુ 90ના દાયકામાં આવેલી કેટલીક હસીનાઓ છે, જે આજે પણ દર્શકોને આશ્ચર્યચકિત કરવામાં કોઈ કસર છોડી રહી નથી. 90ના દાયકામાં બોલિવુડમાં માધુરી દીક્ષિત, શ્રીદેવી, રવિના ટંડન અને જૂહી ચાવલા જેવી અભિનેત્રીઓનું રાજ હતું. આ દરમિયાન એક અન્ય અભિનેત્રીએ પોતાના અભિનય માટે ઘણા બધા પુરસ્કારો મેળવ્યા. આપણે વાત કરી રહ્યા છીએ કપૂર પરિવારની પુત્રી અને અભિનેત્રી કરિશ્મા કપૂરની, જે ફિલ્મોમાં અભિનય કરનાર કપૂર પરિવારની પહેલી દીકરી છે.


માધુરીને ટક્કર આપીને જીત્યો એવોર્ડ

માધુરીને ટક્કર આપીને જીત્યો એવોર્ડ

કરિશ્મા કપૂરને બાળપણથી જ અભિનયનો શોખ હતો, પરંતુ તેના માટે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે પરિવારની બીજી કોઈ છોકરીએ અભિનય ક્ષેત્રમાં પગ મૂક્યો નહોતો. જ્યારે કરિશ્માએ અભિનયની દુનિયામાં પગ મૂક્યો ત્યારે બોલિવુડમાં માધુરી દીક્ષિત અને શ્રીદેવી જેવી અભિનેત્રીઓનું રાજ હતું, એવામાં કરિશ્મા માટે ચાહકોના દિલમાં સ્થાન બનાવવાનું સરળ નહોતું. જોકે, સખત મહેનતથી કરિશ્માએ ન માત્ર દર્શકોના દિલ જીત્યા, પરંતુ કપૂર પરિવારનું નામ પણ ઉંચુ કર્યું. વર્ષ 1997માં રીલિઝ થયેલી ‘દિલ તો પાગલ હૈ’ ફિલ્મમાં કરિશ્માએ શાહરુખ અને માધુરી સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે માધુરીને ટક્કર આપતી જોવા મળી હતી અને આ ફિલ્મ માટે તેને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.


1991માં કર્યું હતું ડેબ્યૂ

1991માં કર્યું હતું ડેબ્યૂ

કરિશ્માએ વર્ષ 1991માં બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું અને એ સમયે તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી. તેની પહેલી ફિલ્મ ‘પ્રેમ કૈદી’ હતી, જેમાં તે અભિનેતા હરીશ સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના સિવાય પરેશ રાવલ, દિલીપ તાહિલ અને ભારત ભૂષણ જેવા કલાકારો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા. ડેબ્યૂ બાદ કરિશ્માએ 'બીવી નંબર 1', 'રાજા હિન્દુસ્તાની', 'કુલી નંબર 1', 'બીવી નંબર 1', 'હસીના માન જાયેગી', 'દુલ્હન હમ લે જાયેંગે', 'હમ સાથ સાથ હૈ' અને 'ઝુબૈદા' જેવી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરી.


કરિશ્મા માત્ર 5મા ધોરણ સુધી જ ભણી છે

કરિશ્મા માત્ર 5મા ધોરણ સુધી જ ભણી છે

કરિશ્મા 90ના દાયકાની ટોપ અભિનેત્રી તરીકે ઉભરી આવી હતી અને તેણે પોતાના સમયના તમામ મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. કરિશ્માએ 90ના દાયકાના અક્ષય કુમાર, સલમાન ખાન, શાહરૂખ ખાન, આમીર ખાન અને ગોવિંદા સહિત તમામ સુપરસ્ટાર્સ સાથે ફિલ્મો કરી હતી. પરંતુ, ઘણા ઓછા લોકો જાણે છે કે ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરનાર કપૂર પરિવારની આ અભિનેત્રીએ પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. કરિશ્માએ માત્ર 5મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. જોકે, કરિશ્મા ભલે અભ્યાસમાં આગળ ન હોય, પરંતુ તેણે બોલિવુડમાં ખૂબ નામના મેળવી અને આજે પણ તેની પાસે જબરદસ્ત ફેન ફોલોઇંગ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top