‘War 2’ અગાઉ ઋતિક રોશન અને જુનિયર NTR વચ્ચે સોશિયલ મીડિયા પર છેડાઈ બહેસ
Jr. NTR Vs Hrithik Roshan War 2: બહુપ્રતિક્ષિત એક્શન ફિલ્મ 'વૉર 2'ની રીલિઝની રાહ જોઈ રહેલા ચાહકોનો ઉત્સાહ વધુ વધી ગયો છે. ફિલ્મના મુખ્ય કલાકારો ઋતિક રોશન અને જુનિયર NTRએ સોશિયલ મીડિયા પર મજેદાર નોંકઝોંક શરૂ કરી દીધી છે. અભિનેતા ઋતિક રોશને ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે તેના ઘરની બાલ્કનીમાં ઊભો જોવા મળે છે, તસવીરમાં અભિનેતાની સામે એક હોર્ડિંગ (મોટું પોસ્ટર) દેખાય છે, જેના પર જુનિયર NTRનો તસવીર છે અને તેના પર લખ્યું છે, ‘ઘૂંગરુ ટૂટ જાયેંગે પર હમસે યે વૉર જીત નહીં પાઓગે.’
પડકાર સ્વીકારતા ઋતિકે કેપ્શનમાં લખ્યું છે, ‘ઠીક છે જુનિયર NTR, હવે તમે હદ વટાવી દીધી છે, મારા ઘરની નીચે એક હોર્ડિંગ લગાવી દીધું છે. ચાલો, પડકાર સ્વીકારવામાં આવ્યો છે. યાદ રાખજો, આ બધું તમે જાતે શરૂ કર્યું છે. વૉર-2ની રીલિઝ માટે 9 દિવસ બાકી છે.’ સોમવારે, અભિનેતાએ તેની માતા પિંકી રોશનનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે 'વૉર-2'ના ‘આવાં જાવાં’ ગીતના હૂક સ્ટેપ શીખતી જોવા મળી હતી.
View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan)
A post shared by Hrithik Roshan (@hrithikroshan)
ઋતિકે વીડિયો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું કે, ‘જ્યારે તમારી મા આખો દિવસ ગીતના હૂક સ્ટેપ શીખવામાં વિતાવે છે અને તેને કરતા ખૂબ જ શાનદાર લાગે, ત્યારે સમજવું કે ગીત સુપરહિટ છે! મમ્મી, તમે કમાલ છો... હું તમને ખૂબ પ્રેમ કરું છું.’
'વૉર 2'ના નિર્માતાઓએ ગુરુવારે આ બહુપ્રતિક્ષિત સિક્વલનું પહેલું ગીત 'આવાં જવાં' રીલિઝ કર્યું હતું, જેમાં ઋતિક રોશન અને કિયારા અડવાણીની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળે છે. આ ગીત સંગીતકાર પ્રીતમ, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય અને ગાયક અરિજિત સિંહ દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સનો ભાગ છે. તેમાં ઋતિક, જુનિયર NTR અને કિયારા અડવાણી ઉપરાંત આશુતોષ રાણા અને અનિલ કપૂર પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. 'વૉર 2' 14 ઓગસ્ટે હિન્દી, તેલુગુ અને તામિલ ભાષામાં રીલિઝ થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp