ઓસ્ટ્રેલિયાની સંસદમાં ઈસાઈ મહિલાએ કેમ પહેર્યો બુર્ખો? બબાલ થઈ તો આપ્યું આ નિવેદન

ઓસ્ટ્રેલિયાની સંસદમાં ઈસાઈ મહિલાએ કેમ પહેર્યો બુર્ખો? બબાલ થઈ તો આપ્યું આ નિવેદન

11/25/2025 World

SidhiKhabar

SidhiKhabar

ઓસ્ટ્રેલિયાની સંસદમાં ઈસાઈ મહિલાએ કેમ પહેર્યો બુર્ખો? બબાલ થઈ તો આપ્યું આ નિવેદન

સોમવારે ઓસ્ટ્રેલિયન સંસદથી એક ચોંકાવનારી તસવીર સામે આવી. સંસદમાં એક સેનેટર બુર્ખો પહેરીને જોવા મળી. આ બુર્ખો તેણે સામાન્ય વસ્ત્રો તરીકે નહીં, પરંતુ વિરોધના સ્વરૂપ તરીકે પહેર્યો હતો. ઓસ્ટ્રેલિયાના જમણેરી સેનેટર પૌલિન હેન્સન બુર્ખો પહેરીને સંસદમાં પ્રવેશ્યા હતા.

પૌલિન હેન્સન સાર્વજનિક સ્થળોએ બુર્ખા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહી છે. પોતાની માંગને આગળ વધારવા માટે તેઓ બુર્ખો પહેરીને સંસદમાં પ્રવેશ્યા હતા. જોકે, બુર્ખો પહેરીને સંસદમાં પ્રવેશવાથી ગરમાવો આવી ગયો. મુસ્લિમ સેનેટરોએ તેમના આ કૃત્ય બાદ તેમના પર જાતિવાદનો આરોપ લગાવ્યો.


બુર્ખો કેમ પહેર્યો?

બુર્ખો કેમ પહેર્યો?

હેન્સન જાહેર સ્થળોએ બુર્ખો અને અન્ય ચહેરો ઢાંકતા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકવા માટે સંસદમાં બિલ રજૂ કરવા માગતા હતા. જોકે, તેમને બિલ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. આનાથી તેમણે બુર્ખો પહેરીને સંસદમાં વિરોધ કર્યો. હેનસનની આ હરકત બાદ ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની ગ્રીન્સ પાર્ટીના મુસ્લિમ સેનેટર મેહરીન ફારૂકી ગુસ્સે ભરાયા.

તેમણે કહ્યું, "આ એક જાતિવાદી સેનેટર છે, જે સ્પષ્ટ જાતિવાદ દર્શાવે છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના સ્વતંત્ર મુસ્લિમ સેનેટર ફાતિમા પેમને આ કૃત્યને "શરમજનક" ગણાવ્યું. ઓસ્ટ્રેલિયાની મધ્ય-ડાબેરી લેબર સરકારના સેનેટ નેતા પેની વોંગ અને વિપક્ષી ગઠબંધનના ડેપ્યુટી સેનેટ નેતા એન રસ્ટન બંનેએ હેન્સનના કૃત્યોની નિંદા કરી. વોંગે કહ્યું કે આ "ઓસ્ટ્રેલિયન સેનેટના સભ્યનું અયોગ્ય વર્તન હતું અને હેન્સનને બુર્ખો ન ઉતારવા બદલ સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. હેન્સને ગૃહ છોડવાનો ઇનકાર કરી દીધો હતો, જેના કારણે સેનેટ મુલતવી રાખવામાં આવ્યું.


હેન્સને શું નિવેદન આપ્યું?

હેન્સને શું નિવેદન આપ્યું?

બાદમાં ફેસબુક પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં હેન્સને જણાવ્યું કે તેમની આ કાર્યવાહી સેનેટ દ્વારા તેમના પ્રસ્તાવિત બિલને નકારવાના વિરોધમાં હતા. જો સંસદ તેના પર પ્રતિબંધ નહીં મૂકે, તો હું આ દમનકારી, ઉગ્રવાદી અને ધર્મ વિરોધી માથા પર ઢાકરાન આ પહેરવેશને સંસદમાં પહેરીને હતાવીશ, જે આપણી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે અને મહિલાઓ સાથે દુર્વ્યવહારને પ્રોત્સાહન આપે છે- જેથી દરેક ઓસ્ટ્રેલિયન જાણે કે શું જોખમમાં છે. જો તેમને નથી પસંદ કે હું બુર્ખો પહેરું, તો પછી બુરખા પર પ્રતિબંધ મૂકો.'

પૌલિન હેન્સન કોણ છે?

ક્વીન્સલેન્ડના સેનેટર પૌલિન હેન્સન પહેલી વાર 1990ના દાયકામાં લાઈમલાઇટમાં આવ્યા હતા જ્યારે તેમણે એશિયામાંથી ઇમિગ્રેશન અને શરણાર્થીઓનો સખત વિરોધ કર્યો હતો. તેમના સંસદીય કારકિર્દી દરમિયાન, તેમણે લાંબા સમયથી ઇસ્લામિક વસ્ત્રો સામે ઝુંબેશ ચલાવી છે. આ પહેલી વાર નથી જ્યારે હેન્સને સંસદમાં બુર્ખો પહેર્યો હોય અને તેના પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હોય. તેમણે અગાઉ 2017માં પણ આવી જ માગ કરી હતી. હેન્સનની વન નેશન પાર્ટીની સેનેટમાં 4 બેઠકો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top