ફ્રાન્સે રાફેલને લઈને પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ખોટા દાવાઓનો કર્યો પર્દાફાશ

ફ્રાન્સે રાફેલને લઈને પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ખોટા દાવાઓનો કર્યો પર્દાફાશ

11/24/2025 World

SidhiKhabar

SidhiKhabar

ફ્રાન્સે રાફેલને લઈને પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ખોટા દાવાઓનો કર્યો પર્દાફાશ

ફ્રેન્ચ નૌકાદળે રવિવારે પાકિસ્તાની મીડિયા દ્વારા કરવામાં આવેલા એ દાવાઓને નકારી કાઢ્યા હતા કે મે 2025ના સંઘર્ષ દરમિયાન એક ફ્રેન્ચ કમાન્ડરે પાકિસ્તાનની હવાઈ શ્રેષ્ઠતાની પુષ્ટિ કરી હતી અને રાફેલ જેટ ગુમાવવાની વાત કહી હતી. ફ્રેન્ચ નૌકાદળે આ અહેવાલોને ખોટી માહિતી ગણાવી હતી અને Geo ટીવી દ્વારા પ્રકાશિત લેખને ભ્રામક ગણાવ્યો છે.

પાકિસ્તાનના Geo TVએ એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફ્રેન્ચ કમાન્ડર કેપ્ટન જેક્સ લાઉને ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની હવાઈ શ્રેષ્ઠતાની પુષ્ટિ કરી હતી. લેખમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાની વાયુસેના વધુ સારી તૈયારીમાં હતી અને ચીની J-10C ફાઇટરની તકનીકી શ્રેષ્ઠતાને કારણે રાફેલ ફાઇટરને તોડી પાડવામાં આવ્યું નહોતું.


પાકિસ્તાને ફેલાવ્યું જુઠ્ઠાણું

પાકિસ્તાને ફેલાવ્યું જુઠ્ઠાણું

ફ્રેન્ચ નૌકાદળે હવે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે, પાકિસ્તાનના દાવાને ફેક ન્યૂઝ ગણાવતા કહ્યું છે કે, ‘આ નિવેદનો કેપ્ટન લાઉનેના સંદર્ભે આપવામાં આવ્યા છે, જેમણે કોઈપણ પ્રકાશન માટે પોતાની સંમતિ આપી નથી. લેખમાં વ્યાપક રૂપે ખોટી અને ભ્રામક માહિતી છે.’ આ ઘટનાએ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા જગાવી છે, જ્યાં ઘણા લોકોએ તેને પાકિસ્તાની મીડિયામાં ભારત વિરોધી પ્રચાર ગણાવ્યો છે.


અમિત માલવિયાએ નિશાન સાધ્યું

અમિત માલવિયાએ નિશાન સાધ્યું

ભાજપ નેતા અમિત માલવિયાએ આ ઘટનાને પાકિસ્તાનની હતાશ ખોટી માહિતી આપતી મશીનરીનો પુરાવો ગણાવ્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, ‘ફ્રેન્ચ નૌકાદળે પાકિસ્તાની Geo TV અને તેના સંવાદદાતા હામિદ મીર પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો. પોતાના અહેવાલમાં હામિદ મીરે રાફેલ અને મે મહિનાના કહેવાતા સંઘર્ષ વિશે એ જ જૂના, બનાવટી દાવા કર્યા છે અને હવે તે જાહેરમાં ખુલ્લા પડી ગયા છે. જ્યારે સત્તાવાર સંસ્થાઓ તેમના પ્રચારને ખોટો સાબિત કરવાનું શરૂ કરે છે, ત્યારે તમે જાણો છો કે પાકિસ્તાનની ભયાવહ ખોટી માહિતી આપતી મશીનરી કેટલી હતાશ થઈ ગઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top