આંખોમાંથી વહેતા આંસુ, દિલમાં હિંમત... વર્દી પહેરીને પત્ની અફશાએ નમાંશને આપી અંતિમ શ્રદ્ધાંજલિ; જુઓ વીડિયો
વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ રવિવારે પંચતત્વોમાં વિલિન થઈ ગયા. રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની શહાદતથી સમગ્ર દેશ હચમચી ગયો. જ્યારે તેમનો મૃતદેહ દુબઈથી હિમાચલ પ્રદેશના કાંગદા સ્થિત તેમના ગામ (પટિયાલકર) પહોંચ્યો ત્યારે દરેકની આંખો ભીની થઈ ગઈ. પતિના નશ્વર દેહને જોઈને પત્ની અફશાની આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી.
અફશાન જે પોતે પણ એક વિંગ કમાન્ડર છે, તેમણે વાયુસેનાની વર્દી માં પોતાના પતિને અંતિમ સલામી આપી અને ભીની આંખો સાથે અંતિમ શ્રદ્ધાંજલિ આપી. 21 નવેમ્બરના રોજ દુબઈ એર શૉમાં તેજસ ફાઇટર જેટ ક્રેશમાં વિંગ કમાન્ડર નમાંશ શહીદ થયા હતા. નમાંશ માત્ર 37 વર્ષના હતા. અફશા અને નમાંશના લગ્ન 2014માં થયા હતા. તેમની 6 વર્ષની પુત્રી છે.
#WATCH | Himachal Pradesh: Wing Commander Afshan salutes her husband, Wing Commander Namansh Syal, as she pays her last respects to him.Wing Commander Namansh Syal lost his life in the LCA Tejas crash in Dubai on 21st November. pic.twitter.com/DPKwARut4r — ANI (@ANI) November 23, 2025
#WATCH | Himachal Pradesh: Wing Commander Afshan salutes her husband, Wing Commander Namansh Syal, as she pays her last respects to him.Wing Commander Namansh Syal lost his life in the LCA Tejas crash in Dubai on 21st November. pic.twitter.com/DPKwARut4r
જ્યારે નમાંશનો મૃતદેહ કાંગદા એરપોર્ટ પર લાવવામાં આવ્યો ત્યારે હજારો લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા. જે કોઈએ પણ જોયા, તેઓ આઘાતમાં સારી પડ્યા. અફશાં જ્યારે ભારતીય વાયુસેનાની વર્દીમાં પોતાના પતિના પાર્થિવ દેહને લેવા પહોંચી ત્યારે તેની છ વર્ષની પુત્રી પણ તેની સાથે હતી. એક પુત્રી જેને કદાચ ખબર પણ નહીં હોય કે તેના પિતા હવે આ દુનિયામાં નથી. આ દરમિયાન બધાની આંખોમાં આંસુ હતા. ‘ભારત માતા કી જય’ના નારા લાગી રહ્યા હતા.
પરંતુ કોણે કલ્પના કરી હશે કે 37 વર્ષીય નમાંશ આટલી જલ્દી આ દુનિયાને અલવિદા કહી દેશે? કદાચ કોઈએ નહીં. પરંતુ કહેવાય છે ને કે, જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં હોય છે. કોઈને ખબર નથી કે તે ક્યારે કોને બોલાવી લે. પરંતુ આ ક્ષણ જોનારા દરેક વ્યક્તિ હચમચી ગઈ. નમાંશની શહાદતથી સમગ્ર દેશ હચમચી ગયો, અને અફશાનની છેલ્લી સલામીએ દરેક ભારતીયનું દિલ સ્પર્શી લીધું.
યાદોમાં વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp