સિંધને લઈને રાજનાથ સિંહે આપ્યું એવું નિવેદન કે પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ જશે, જુઓ વીડિયો

સિંધને લઈને રાજનાથ સિંહે આપ્યું એવું નિવેદન કે પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ જશે, જુઓ વીડિયો

11/24/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

સિંધને લઈને રાજનાથ સિંહે આપ્યું એવું નિવેદન કે પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ જશે, જુઓ વીડિયો

રવિવારે દિલ્હીમાં આયોજિત સિંધી સમાજ સંમેલનને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક એવું નિવેદન આપ્યું જે પાકિસ્તાનમાં તણાવ પેદા કરી શકે છે. તેમણે કહ્યું કે, ‘ભલે આજે સિંધ ભૌગોલિક રીતે ભારતનો ભાગ નથી, તે હંમેશાં સાંસ્કૃતિક રીતે ભારતનો અભિન્ન ભાગ રહેશે અને ભવિષ્યમાં સિંધ ફરીથી ભારતમાં પાછું આવી શકે છે.’


સિંધ હંમેશાં સાંસ્કૃતિક રીતે ભારતનો ભાગ રહેશે: રાજનાથ

સિંધ હંમેશાં સાંસ્કૃતિક રીતે ભારતનો ભાગ રહેશે: રાજનાથ

આ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, ‘સિંધની ભૂમિ આજે ભારતનો ભાગ નહીં હોઈ શકે, પરંતુ સિંધ હંમેશાં સાંસ્કૃતિક રીતે ભારતનો ભાગ રહેશે, અને જ્યાં સુધી જમીનની વાત છે, સરહદો બદલાઈ શકે છે. કોણ જાણે છે, કાલે સિંધ ફરીથી ભારતમાં પાછું આવી જાય.’

તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મે મહિનામાં ઓપરેશન સિંદૂર બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે.  સિંહે કહ્યું કે, હાલના પાકિસ્તાનમાં સિંધ રાજ્ય સિંધી સમુદાયના સભ્યોનું મૂળ સ્થાન છે, જે ભારતની વસ્તીનો મોટો ભાગ છે. સિંધ સિંધુ ખીણની સંસ્કૃતિનું જન્મસ્થળ પણ છે.


લાલ કૃષ્ણ અડવાણીનો કર્યો ઉલ્લેખ

લાલ કૃષ્ણ અડવાણીનો કર્યો ઉલ્લેખ

વિભાજનના દાયકાઓ બાદ પણ સિંધી હિન્દુઓના આ પ્રદેશ સાથે ભાવનાત્મક અને સાંસ્કૃતિક સંબંધ પર ચર્ચા કરતા સંરક્ષણ મંત્રીએ વરિષ્ઠ ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણીનો ઉલ્લેખ કર્યો. તેમણે વધુમાં કહ્યું કે, ‘હું અહીં લાલ કૃષ્ણ અડવાણીનો પણ ઉલ્લેખ કરવા માંગુ છું. તેમણે તેમના એક પુસ્તકમાં લખ્યું છે કે સિંધી હિન્દુઓ, ખાસ કરીને તેમની પેઢીના હિન્દુ, હજુ પણ સિંધના ભારતથી અલગ થવાને સ્વીકારી શક્યા નથી. ફક્ત સિંધમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં હિન્દુઓ સિંધુ નદીને પવિત્ર માને છે. સિંધના ઘણા મુસ્લિમો પણ માને છે કે સિંધુ નદીનું પાણી મક્કાના ઝમઝમના પાણી કરતાં ઓછું પવિત્ર નથી. આ અડવાણીનું નિવેદન છે.’ આજે સિંધના લોકો જ્યાં પણ રહે છે, તેઓ હંમેશાં આપણા પોતાના છે.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top