સુરતમાં ઉત્તરાયણના દોઢ મહિના અગાઉ જ 45 વર્ષીય વ્યક્તિનું ગળું કપાયું, લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ...
ઉત્તરાયણ અગાઉ, ઉત્તરાયણના સમયે તેમજ ઉત્તરાયણ બાદ સુરત સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં પતંગની દોરીથી રાહદારીઓ, બાઇક સવારો ઇજાગ્રસ્ત થવા અને મૃત્યુ પામવાની ઘટનાઓ સામે આવતી હોય છે. અત્યારે ઉત્તરાયનના લગભગ દોઢ મહિના કરતાં પણ વધુ સમય બાકી છે, એવામાં સુરતમાં પતંગની દોરીથી એક 45 વર્ષીય વ્યક્તિનું ગળું કપાઈ જવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, શહેરના અડાજણ ભક્તિધામ સોસાયટીમાં રહેતા પશુપતિસિંહ નામનો 45 વર્ષીય શખ્સ મજૂરાગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પતંગની દોરી તેમના ગળાના ભાગે પર લાગી હતી, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી. પશુપતિસિંહ લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી ગયા હતા. જેના કારણે અન્ય વાહન ચાલકો અને રાહદારીઓનું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું. રાહદારીઓએ તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો હતો.
પશુપતિસિંહને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના થોડા સમય પહેલા જ આવા કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં અને વાહનચાલકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા બ્રિજ પર અત્યારથી જ વાયડ લગાવીને લોકોના ગળા કપાતા અટકાવવામાં આવે તો નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp