મેઘરાજા ગણેશ વિસર્જનની મજા બગાડશે! 4 સપ્ટેમ્બર નહીં આ તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ

મેઘરાજા ગણેશ વિસર્જનની મજા બગાડશે! 4 સપ્ટેમ્બર નહીં આ તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

09/01/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મેઘરાજા ગણેશ વિસર્જનની મજા બગાડશે! 4 સપ્ટેમ્બર નહીં આ તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે. મેઘરાજા હજી પણ આગામી કેટલાક દિવસ ગુજરાતને ધમરોળી શકે છે. જેને લઈને હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી

હાલમાં રાજ્ય પર 2 સિસ્ટમ સક્રિય છે, જેથી આગામી 10 સપ્ટમ્બર સુધી વરસાદ પડે તેવી શક્યતા છે. વરસાદના નવા રાઉન્ડમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, ભરૂચ, નર્મદા, વડોદરા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, છોટાઉદેપુર, પંચમહાલ, ગોધરા, ખેડા, આણંદ, આ વિસ્તરોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વધુ છે. અમદાવાદ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાંથી કોઈક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. આજથી સૌરાષ્ટ્રમાં આજથી વરસાદનું જોર વધશે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 3 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા છે.  ગુજરાતમાં 3-5 સમપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું અનુમાન છે. 5 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે. 4-10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. આ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. 


અંબાલાલ પટેલે પણ કરી વરસાદની આગાહી

અંબાલાલ પટેલે પણ કરી વરસાદની આગાહી

આગાહીકાર બાલાલ પટેલે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બંગાળના ઉપસાગરમાં એક બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે 3-9 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે.  દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જામનગરમાં ભારે વરસાદ થશે.  મોરબી, ચોટીલા, સુરેંદ્રનગર, ધ્રાંગધ્રામાં વરસાદ વરસશે.પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.


રાજ્યમાં સરેરાશ 86 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં સરેરાશ 86 ટકાથી વધુ વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના જણાવ્યા મુજબ રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 1 સપ્ટેમ્બર 2025ના રોજ સરેરાશ 86 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top