બોલો! આચાર્યએ 7મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને લખ્યું લવ લેટર, થઈ ધરપકડ
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક સરકારી શાળાના આચાર્યએ 7મા ધોરણની વિદ્યાર્થિની સાથે શરમજનક કૃત્ય કર્યું. આરોપ છે કે પ્રિન્સિપાલે લવ લેટર લખીને વિદ્યાર્થિનીને હેરાન કરી હતી અને લગ્ન માટે દબાણ કર્યું હતું. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના અલીગઢના જવાન બ્લોકના એક ગામની છે. અહીં તાલિવનગર સ્થિત સરકારી શાળાના આચાર્ય શકીલ અહમદે શાળામાં ભણતી 7મા ધોરણની 11 વર્ષની વિદ્યાર્થિનીને છેડતી કરી હતી. ડરી ગયેલી વિદ્યાર્થિનીએ ઘરે પહોંચીને પોતાની માતાને આ વાત જણાવી હતી. ત્યારબાદ પીડિતાની માતાએ તાત્કાલિક DM અને SSPને મળીને ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને આરોપી આચાર્ય શકીલ અહમદની ધરપકડ કરીને જેલના સળિયા ગણતો કરી દીધો છે. તો, પીડિતાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.
પીડિતા વિદ્યાર્થિની માતાએ મીડિયાને જણાવ્યું કે પ્રિન્સિપાલ શકીલ અહમદ તેની પુત્રીને હેરાન કરતો હતો. આરોપીએ વિદ્યાર્થીને કોઈને કંઈ કહેવા બદલ ધમકી પણ આપી હતી, જેના કારણે તે ખૂબ ડરી ગઈ હતી. ખૂબ પૂછપરછ કર્યા બાદ, તેણે આખી વાત કહી. માતાએ એમ પણ કહ્યું કે આરોપીએ એક વખત તેની પુત્રીને લવ લેટર આપ્યો હતો. આ લેટરમાં તેણે લખ્યું હતું કે તે તેને ખૂબ પસંદ કરે છે અને તેને પત્ની તરીકે જુએ છે.
આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ બેઝિક શિક્ષણ અધિકારી રાકેશ કુમારે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી આચાર્ય શકીલ અહમદને સસ્પેન્ડ કરી દીધો. તેમણે જણાવ્યું કે આરોપી શિક્ષકની સેવાઓ સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. BSA અનુસાર, આરોપી આચાર્ય છોકરી સાથે છેડછાડ કરતો હતો અને તેની સાથે લગ્ન કરીને ધર્મ પરીવર્તન માટે દબાણ પણ કરી રહ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp