'વોટર અધિકાર યાત્રા'ના સમાપનમાં રાહુલ ગાંધીનું એલાન- 'એટમ બોમ્બ બતાવ્યો, હવે હાઈડ્રોજન બોમ્બ ફ

'વોટર અધિકાર યાત્રા'ના સમાપનમાં રાહુલ ગાંધીનું એલાન- 'એટમ બોમ્બ બતાવ્યો, હવે હાઈડ્રોજન બોમ્બ ફોડવાની...',જાણો વિગતો

09/01/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

'વોટર અધિકાર યાત્રા'ના સમાપનમાં રાહુલ ગાંધીનું એલાન- 'એટમ બોમ્બ બતાવ્યો, હવે  હાઈડ્રોજન બોમ્બ ફ

બિહારના પટનામાં રાહુલ ગાંધીએ પોતાની 'મતદાર અધિકાર યાત્રા'ના સમાપન કાર્યક્રમમાં એનડીએ અને ભાજપ સામે આકરાં પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વોટ ચોરી થયા હોવાના આરોપ મુક્યા હતા. તેમણે કહેવા પ્રમાણે, દરેક વોટ ચોરીના પુરાવા આપ્યા હોવાં છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કેમકે ભાજપ અને ચૂંટણી પંચે ભેગા મળીને આ વોટ ચોરી કરી છે.



એટમ બોમ્બ બાદ હવે હાઇડ્રોજન બોમ્બનો વારો.....

એટમ બોમ્બ બાદ હવે હાઇડ્રોજન બોમ્બનો વારો.....

આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાહુલ ગાંધી અને અન્ય મહાગઠબંધન નેતાઓએ 1,300 કિમીનો પ્રવાસ અને 110 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થયેલી 'મતાધિકાર યાત્રા'ના સમાપન પ્રસંગે પોતપોતાની પ્રતિક્રિયાઓ આપતાં કેન્દ્રની સરકાર પર ગંભીર આરોપો મુક્યા હતા. રાહુલ ગાંધીએ બિહારની જનતાને સંબોધતા કહ્યું હતું કે, વોટ ચોરીનો મતલબ અધિકારની ચોરી, વોટ ચોરીનો મતલબ અનામતની ચોરી, વોટ ચોરીનો મતલબ યુવાઓના ભવિષ્યની ચોરી, તેઓ તમારા રેશનકાર્ડ અને અન્ય અધિકારો છીનવી લેશે. જે લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી, એ હવે બંધારણની હત્યાનો પ્રયાસ કરી રહી છે. પણ અમે એમને આવું નહીં કરવા દઇએ.

આ દરમિયાન રાહુલ ગાંધીએ 'વોટ ચોર ગદ્દી છોડ'ની નારેબાજી પણ કરાવી હતી. ઉપરાંત તેમણે ભાજપને પડકારતા કહ્યું હતું કે, માધવપુરામાં અમે એટમ બોમ્બ બતાવ્યો હતો હવે અમે હાઈડ્રોજન બોમ્બ ફોડવાની તૈયારીમાં છીએ. તમારી વોટ ચોરીનું સત્ય હવે આખા દેશને ખબર પડી જશે. ત્યાર પછી નરેન્દ્ર મોદીજી દેશને પોતાનો ચહેરો બતાવી શકશે નહીં.


ખડગે અને તેજસ્વી પણ ગર્જ્યા

વધુમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ પ્રહાર કરતાં કહ્યું કે, પીએમ મોદીને ચોરીની ટેવ છે. ક્યારેક તે પૈસા ચોરે છે. તો ક્યારેય વોટ ચોરી કરે છે. તે બિહારમાં પણ વોટ ચોરી કરીને ચૂંટણી જીતવા માંગે છે પણ આપણે સાવચેત રહેવું પડશે. બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, નહેરુએ દેશના લોકોને વોટ અધિકાર આપ્યો છે.  

.



ત્યારે બિહારમાં મુખ્યમંત્રી પદના દાવેદાર એવા તેજસ્વી યાદવે કહ્યું કે, બિહારની ધરતી લોકતંત્રની જનની છે. ભાજપના લોકો ચૂંટણી પંચ સાથે મળીને લોકતંત્ર અને બંધારણને નાબુદ કરી નાખવા માંગે છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં ફેક્ટરી લગાવશે અને જીતની આશા બિહારમાં રાખશે એવું નહીં ચાલે. આવુ કરીને તેઓ બિહારને ઠગવા માંગે છે જે સંભવ નથી. બિહારની પ્રજા આવા લોકોને બરાબર પાઠ ભણાવશે.



મહાગઠબંધનના નેતાઓ જોડાયા

'મતદાર અધિકાર યાત્રા'ના સમાપન પ્રસંગે 'ગાંધી સે આંબેડકર' કૂચને પોલીસે ડાક બંગલા ક્રોસિંગ પર અધવચ્ચે જ અટકાવી દીધી હતી. જ્યાં તેઓ આ સભાને સંબોધિત કરી હતી. આ યાત્રામાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, આરજેડી નેતા તેજસ્વી યાદવ, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા મુકેશ સહાની, સીપીઆઈ (એમએલ) લિબરેશનના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય, સીપીઆઈ (એમ)ના મહાસચિવ એમ એ બેબી, સીપીઆઈના એની રાજા, ટીએમસી સાંસદ યુસુફ પઠાણ, શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉત અને અન્ય ઈન્ડિયા બ્લોકના નેતાઓ જોડાયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top