પીએમ મોદીની જિનપિંગ-પુતિન સાથેની ઉષ્માભેર મુલાકાતથી ટ્રમ્પને લાગશે મરચા, ને પાકિસ્તાન ખાલી રાહ તાકતું રહી ગયું, જુઓ વિડીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 વર્ષ પછી ચીનના પ્રવાસે છે. પીએમ મોદી હાલમાં SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. એવામાં ચીનના શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ પર સૌની નજરો ટકેલી છે. કારણ કે, અહીં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન મોદી એકસાથે જોવા મળ્યા છે. SCO સમિટના ઉદ્ઘાટન સમયે ત્રણેય દિગ્ગજ નેતાની મુલાકાતની તસવીરો સામે આવતા ટેરિફ વૉર વચ્ચે આ તસવીર જોઈને અમેરિકાને મરચાં લાગે તેમ છે. મળતી માહિતી અનુસાર, આ બેઠક પછી પીએમ મોદી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
સવારે 10 વાગ્યે PM મોદી-પુતિન દ્વિપક્ષીય બેઠક કરશે. પુતિન સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી અમેરિકાએ રશિયન તેલ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે ભારતે મિત્રતા દર્શાવતા રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું. આવી સ્થિતિમાં જ્યારે ટ્રમ્પના ટેરિફ યુદ્ધ પછી પીએમ મોદી અને પુતિન પહેલીવાર મળી રહ્યા છે ત્યારે ટ્રમ્પના ધબકારા ચોક્કસ વધી જશે. આજે આ બેઠક પછી ત્રણેય દેશો તેલ અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકે છે.
ભારત દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તેની વિદેશ નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં. તે રશિયા પાસેથી તેલ ખરીદતું રહેશે. અને એક અહેવાલમાં તો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતે રશિયા પાસેથી તેલ ખરીદીને એક મોટા વૈશ્વિક સંકટને ટાળ્યું છે. SCOના સભ્ય દેશોમાં પાકિસ્તાન પણ સામેલ છે. સમિટના બીજા દિવસે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ હાજર રહ્યા. પરંતુ એક સમયે એવું બન્યું કે, જયારે વડાપ્રધાન મોદી અને પુતિન સાથે ચાલતા-વાત કરતા હોલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે શાહબાઝ શરીફ એક ખૂણામાં એકલા ઉભા રહ્યા હતા.
એસસીઓ શિખર સંમેલમાં ચીનના પ્રમુખ શી જિનપિંગે જાહેરાત કરી હતી કે, આ વર્ષે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોને 281 મિલિયન અમેરિકન ડૉલરની ગ્રાન્ટ આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, આ મદદ સભ્ય દેશોની આર્થિક અને વિકાસ સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે હશે. જિનપિંગે સમિટ દરમિયાન ખાસ કરીને ભાર મૂક્યો કે બધા સભ્ય દેશો મિત્રો અને ભાગીદારો છે. મતભેદો હોવા છતાં વ્યૂહાત્મક સંવાદ અને પરસ્પર આદર સાથે આગળ વધવું જોઈએ. તેમણે વહેલી તકે SCO ડેવલપમેન્ટ બેંકની રચના કરવાની હાકલ કરી અને સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે નવું કેન્દ્ર ઉભું કરવાની જાહેરાત કરી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp