અમેરિકામાં આ વર્ષે બે વિમાન ટકરાવાની આ ત્રીજી દુર્ઘટના સર્જાઈ, વિમાનમાં સવાર તમામની મોતની આશંકા

અમેરિકામાં આ વર્ષે બે વિમાન ટકરાવાની આ ત્રીજી દુર્ઘટના સર્જાઈ, વિમાનમાં સવાર તમામની મોતની આશંકા, જાણો વિગતો

09/01/2025 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકામાં આ વર્ષે બે વિમાન ટકરાવાની આ ત્રીજી દુર્ઘટના સર્જાઈ, વિમાનમાં સવાર તમામની મોતની આશંકા

અમેરિકાના કોલોરાડો રાજ્યમાં ફરી એક દુ:ખદ વિમાન દુર્ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના ફોર્ટ મોર્ગન મ્યુનિસિપલ એરપોર્ટ પર 31મી ઓગસ્ટ રવિવારે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. બે નાના વિમાન Cessna 172  અને Extra Flugzeugbau EA300  લેન્ડિંગ દરમિયાન ટકરાયા હતા. ટક્કર પછી એક વિમાનમાં આગ લાગી હતી, જે સંપૂર્ણપણે બળી ગયું હતું, જ્યારે બીજું વિમાન ખરાબ રીતે નુકસાન થયું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, વિમાનમાં કુલ ચાર લોકો હતા, જેમાંથી ત્રણના મોત થયા છે. અન્ય એક વ્યક્તિની સ્થિતિ વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. આ અકસ્માત ફોર્ટ મોર્ગન મ્યુનિસિપલ એરપોર્ટના રનવે પાસે થયો હતો.


બંને વિમાનો એકબીજાને ક્રોસ કરતી વખતે અથડાયા

બંને વિમાનો એકબીજાને ક્રોસ કરતી વખતે અથડાયા

મોર્ગન એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવર પર લગાવેલા કેમેરામાં વિમાન દુર્ઘટના કેદ થઈ હતી. વીડિયોમાં દૂરથી કાળા ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા છે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSC) અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. મોર્ગન કાઉન્ટી શેરિફ ઓફિસે મીડિયાને માહિતી આપી હતી કે, સ્થાનિક સમય મુજબ સવારે 10:40 વાગ્યે ફોર્ટ મોર્ગન મ્યુનિસિપલ એરપોર્ટ નજીક ટક્કર થઈ હતી. બંને વિમાનો એકબીજાને ક્રોસ કરતી વખતે અચાનક અથડાયા હતા.



પહેલા પણ વિમાન ટકરાવાની બે દુર્ઘટનાઓ સર્જાઈ ગઈ છે

29મી જાન્યુઆરી 2025ના રોજ અમેરિકામાં પણ બે વિમાનો ટકરાયા હતા. અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ 5342નું બોમ્બાર્ડિયર CRJ700 એરલાઇનર યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી સિકોર્સ્કી UH-60 બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું હતું અને ટક્કર થતાં જ બંનેમાં આગ લાગી ગઈ હતી. પોટોમેક નદી ઉપર આકાશમાં બે વિમાનો અથડાયા હતા અને આ અકસ્માતમાં 67 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 12મી ઓગસ્ટના રોજ પણ અમેરિકામાં બે વિમાનો અથડાયા હતા. અમેરિકાના મોન્ટાના એરપોર્ટ પર લેન્ડિંગ કરતું એક વિમાન એરપોર્ટ પર પાર્ક કરેલા વિમાન સાથે અથડાયું હતું. ટક્કર થતાં જ વિમાનોમાં ભારે આગ લાગી હતી. નાનું સિંગલ-એન્જિન સોકાટા  TBM 700 ટર્બોપ્રોપ વિમાન કાલિસ્પેલ સિટી એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે તે એરપોર્ટ પર પાર્ક કરેલા ખાલી વિમાન સાથે અથડાયું. આ અકસ્માતની પણ તપાસ ચાલી રહી છે અને ઉડ્ડયન મંત્રીએ રિપોર્ટ મંગાવ્યો છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top