ઉત્તરપ્રદેશની સનસનીખેજ ઘટના, મામાએ ભાણેજ પર કર્યો એસિડથી હુમલો, હકીકત જાણી ચોંકી જશો!
ઉત્તરપ્રદેશના ભદોહીમાં એક મામાએ પોતાની ભાણેજ પર એસિડ ફેંકી દીધું હતું. આ મામલો ભદોહીના ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. અહીં દૂરના સંબંધમાં ભાણેજ થતી યુવતીને આરોપી મુકેશ એકતરફી પ્રેમ કરતો હતો. હજુ થોડા સમય પહેલા જ પરિવારના લોકોએ યુવતીની સગાઈ કરી હતી. આ વિશે મુકેશને જાણ થતાં ગુસ્સે થઈ ગયો. તે આ લગ્ન તોડવા માટેનું પ્લાનિંગ કરવા લાગ્યો હતો.
રવિવારે સવારે આરોપી મુકેશએ છોકરીના ઘરે પહોંચીને, તે સમયે સુતેલી આ યુવતી પર બારીમાંથી એસિડ ફેંક્યું હતું. અને ગાળો આપતાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર ગઈ ગયો. છોકરીના ચહેરા અને હાથ પર એસિડ પડવાથી તે ચીસો પાડવા લાગી. આ અવાજ સાંભળીને પરિવારના સભ્યોને જાણ અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં છોકરીની સારવાર શરૂ કરવામાં આવી હતી.
યુવતીના પરિવાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસ મુકેશને શોધવામાં લાગી ગઈ હતી. અને બાતમીદારને આધારે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન મુકેશે પોલીસ પર ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર પોલીસે સ્વ-બચાવમાં ચલાવેલી ગોળી તેના પગમાં વાગી હતી. અને મુકેશની ઘાયલ અવસ્થામાં ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપી યુવકે એક તરફી પ્રેમમાં આ પગલું ભર્યું હતું. પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ સામાન્ય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp