સુરત ક્રાઇમ બ્રાન્ચે ઇન્ટરનેશનલ ગેંગનો કર્યો ભાંડફોડ; ગુજરાત વિવિધ રાજ્યોના યુવાનોને નોકરીના ના

સુરત ક્રાઇમ બ્રાન્ચે ઇન્ટરનેશનલ ગેંગનો કર્યો ભાંડફોડ; ગુજરાત વિવિધ રાજ્યોના યુવાનોને નોકરીના નામે વિદેશ લઈ જઈને બંધક બનાવાતા અને પછી..

09/01/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત ક્રાઇમ બ્રાન્ચે ઇન્ટરનેશનલ ગેંગનો કર્યો ભાંડફોડ; ગુજરાત વિવિધ રાજ્યોના યુવાનોને નોકરીના ના

નોકરી માટે વિદેશ જવા ઇચ્છુક યુવાનોએ સાવધાન થઈ જવાની જરૂર જણાઈ આવે તેવો મામલો પ્રકાશમાં આવ્યો છે,  સુરત સાયબર ક્રાઈમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને ભારતના વિવિધ રાજ્યો અને અન્ય દેશના 40 યુવાનોને થાઈલેન્ડ મોકલ્યા બાદ ત્યાંથી છળપૂર્વક નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી દીધા હતા અને પછી આ યુવાનોને ચાઇનીઝ ગેંગને સોંપી દીધા હતા. ત્યારબાદ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં બંધક બનાવી રાખવામાં આવતા અને આ યુવાનોના નામની ફેક ID દ્વારા ભારત સહિત વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન છેતરપિંડી કરાવવામાં આવતી હતી.


સુરત સાઇબર ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોની કરી ધરપકડ

સુરત સાઇબર ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોની કરી ધરપકડ

આ મામલે સુરત સાયબર ક્રાઈમ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પંજાબના પટિયાલાના ઝિરકપુર ખાતેથી બે અને સુરતના ડિંડોલીથી એક મળીને ત્રણને પોલીસે ઝડપી લીધા છે. ભારતના અલગ અલગ રાજ્ય જેમાં સુરત સિટીનો પણ સમાવેશ થાય છે. રાજ્યોમાંથી કુલ 40 યુવાનોને આ રીતે થાઈલેન્ડ અને ત્યાંથી મ્યાનમાર મોકલી આપવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 લોકોની સંડોવણી સામે આવી છે. છેલ્લા દોઢ વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું છે.


કમ્પ્યુટર વર્કના નામે વિદેશ લઈ જવાતા અને પછી..

કમ્પ્યુટર વર્કના નામે વિદેશ લઈ જવાતા અને પછી..

મળતી માહિતી પ્રમાણે સુરત સાયબર ક્રાઇમ સેલના વાયરલેસ PSI એ.આર. રાણપરીયાને કેટલાક મોબાઈલ નંબરોની બાતમી મળી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરનારા એક મોટું ઇન્ટરનેશનલ રેકેટ ચલાવી રહ્યા છે. જેમાં ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી અને બીજા અન્ય દેશોના યુવાનોને થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીની લાલચ આપીને પહેલાં થાઈલેન્ડ લઈ જવાતા હતા. ત્યાંથી નદી ક્રોસ કરાવીને મ્યાનમાર અને કમ્બોડિયામાં ગેરકાયદેસર રીતે અટકાયત કરીને જે પણ યુવાનોને લઇ આવ્યા હોય તેમના ફેસબુક ID તેમજ ઈન્સ્ટગ્રામ ID બનાવીને એક કોલ સેન્ટરમાં લઈ જવાતા અને પછી વિવિધ દેશ અને ભારતમાં લોકોને ઇન્વેસ્ટમેન્ટના નામે ફોન કરાવીને ઓનલાઈન છેતરપિંડી કરાવાતી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top