શું વારંવાર થાક અને નબળાઈની સમસ્યા અનુભવો છો? તો આ બે દેશી વસ્તુઓ અપનાવો, કરશે બધી સમસ્યાઓ આ રીતે દુર! જાણો
09/01/2025
LifeStyle
શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે પોષણયુક્ત આહાર ખૂબ જરૂરી છે. આજકાલ ખોટી ખાવાની આદતો અને બેઠાળી જીવનશૈલીને કારણે, ફક્ત વૃદ્ધોનું શરીર જ નહીં, પરંતુ યુવાનોનું શરીર પણ નબળું પડી રહ્યું છે. હવે લોકોના શરીરમાં પહેલા જેવું જીવન નથી. ઉપરાંત આજકાલ શરીરમાં લોહીનો અભાવ પણ એક મોટી સમસ્યા બની છે. સ્ત્રીઓ અને બાળકોમાં એનિમિયા સામાન્ય છે.
જો વારંવાર એનિમિયા, થાક, નબળાઈ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો આહારમાં તાત્કાલિક ફેરફાર કરવો જોઈએ. આહારમાં ગોળ અને ચણા જેવી કેટલીક સ્વદેશી વસ્તુઓનો સમાવેશ કરીને શરીરની આ કમીઓ દુર કરીને મજબુત બનાવી શકાય છે. કેમકે, ગોળ આયર્નનો ભંડાર છે અને ચણા કેલ્શિયમનો ભંડાર છે. આ બંને તત્વો શરીરને એનિમિયા અને નબળાઈથી બચાવી શકે છે.
ગોળ અને ચણા
આમ તો ગોળ અલબત્ત શેરડીમાંથી બને છે પરંતુ તે ખાંડ જેટલો નુકસાનકારક નથી. તેથી ખોરાકમાં મીઠાશ ઉમેરવા માટે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરી શકાય છે. તેમાં આયર્ન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે એનિમિયા ધરાવતા લોકો માટે સારો વિકલ્પ છે.
જ્યારે ચણા કેલ્શિયમ, વિટામિન અને ફાઇબર જેવા પોષક તત્વોનો ભંડાર છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં અને પાચન સુધારવામાં મદદ કરે છે. તેમાં પ્રોટીનની માત્રા પણ વધુ હોય છે. અને આ સાથે તે ઘણા સ્વાસ્થ્ય લાભો પૂરા પાડે છે.
સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે
ગોળ અને ચણાનું મિશ્રણ તમારા સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. કારણ કે, તેમાં પ્રોટીનની ભરપૂર માત્રા હોય છે જે સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે સારું છે. ઉપરાંત ગોળ પોટેશિયમનો સારો સ્ત્રોત છે, જે તમારા સ્નાયુઓ બનાવવામાં અને ચયાપચયને વેગ આપવામાં મદદ કરે છે.
કબજિયાત દૂર કરશે
મોટાભાગના લોકોને કબજિયાતની ફરિયાદ રહે છે. અને ગોળ-ચણાનું મિશ્રણ આ સમસ્યાનો રામબાણ ઈલાજ છે. તે ચયાપચયને સુધારે છે અને પાચનને વેગ આપે છે. તેમાં રહેલ ફાઇબર પાચનમાં સુધારો કરે છે. ગોળ તમારા શરીરમાં પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે, જે આંતરડાની ગતિને ઉત્તેજીત કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે
ગોળ અને ચણાનું એકસાથે સેવન ચયાપચયમાં પણ વધારો કરે છે. જે સ્થૂળતા જેવી સમસ્યાઓમાં વજન ઘટાડવામાં મદદ કરે છે. એક સરેરાશ વ્યક્તિને દરરોજ 46 થી 56 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. જ્યારે 100 ગ્રામ ચણા તમને 19 ગ્રામ પ્રોટીન પૂરું પાડે છે. અને ગોળ પણ વજન ઘટાડવામાં મદદરૂપ છે કારણ કે તે પોટેશિયમથી ભરપૂર છે, એક ખનિજ જે શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં મદદ કરે છે.
દાંતને મજબૂત બનાવે છે
ગોળ સાથે ચણા ખાવાથી દાંત મજબૂત બને છે. તેમાં રહેલું ફોસ્ફરસ તમારા દાંતને મજબૂત બનાવવા માટે જરૂરી છે. દર 10 ગ્રામ ગોળમાં 4 મિલિગ્રામ ફોસ્ફરસ હોય છે અને ચણામાં 168 મિલિગ્રામ પ્રતિ 100 ગ્રામ હોય છે. માનવ શરીરમાં ફોસ્ફરસની ઓછામાં ઓછી જરૂરિયાત 700 મિલિગ્રામ છે. હાડકાની મજબૂતાઈ વધારવા માટે ફોસ્ફરસ જરૂરી છે.
મગજને તીક્ષ્ણ બનાવે છે
વિટામિન B6 યાદશક્તિ સુધારવા માટે જરૂરી છે. ચણા અને ગોળનું મિશ્રણ વિટામિન B6 થી ભરપૂર હોય છે, અને તે મગજની કામગીરીમાં સુધારો કરે છે. ઉપરાંત તે શરીરને મૂડને નિયંત્રિત કરતા હોર્મોન સેરોટોનિન અને નોરેપીનેફ્રાઇન ઉત્પન્ન કરવામાં પણ મદદ કરે છે, જે તણાવનો સામનો કરવામાં મદદ કરે છે.
હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ
ગોળ અને ચણાનું એકસાથે સેવન હૃદય સંબંધિત ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં પોટેશિયમ હોય છે જે હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે છે. ગોળ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, તેમાં પોટેશિયમનું પ્રમાણ શરીરમાં એસિડનું સ્તર જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચણામાં કોઈ કોલેસ્ટ્રોલ ન હોવાથી, તે હૃદયને સ્વસ્થ રાખે છે.
લોહીની ઉણપ દૂર કરે છે
જો તમને એનિમિયા હોય, તો તમે ગોળ અને ચણાનું સેવન કરી શકો છો. ચણા અને ગોળમાં આયર્ન તત્વ ભરપુર પ્રમાણમાં જોવા મળે છે, જે એનિમિયા મટાડવામાં મદદ કરી શકે છે. તેથી સ્ત્રીઓએ અને બાળકોએ ખાસ ગોળ અને ચણાનું સેવન કરવું જોઈએ.
(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp