યુનિવર્સીટીઓમાં અંતિમ વર્ષની પરીક્ષાઓ સપ્ટેમ્બરના અંતમાં લેવામાં આવશે, યુજીસી ગાઈડલાઈન્સ જાહેર

યુનિવર્સીટીઓમાં અંતિમ વર્ષની પરીક્ષાઓ સપ્ટેમ્બરના અંતમાં લેવામાં આવશે, યુજીસીએનવી ગાઈડલાઈન્સ જાહેર કરી.

07/07/2020 Education

SidhiKhabar

SidhiKhabar

યુનિવર્સીટીઓમાં અંતિમ વર્ષની પરીક્ષાઓ સપ્ટેમ્બરના અંતમાં લેવામાં આવશે, યુજીસી ગાઈડલાઈન્સ જાહેર

નવી દિલ્હી : દેશભરમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે યુજીસી દ્વારા યુનિવર્સીટીઓની ફાઈનલ યર/સેમેસ્ટરની પરીક્ષાઓ અને શૈક્ષણિક કેલેન્ડરને લઈને નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નીશંકે આજે ટ્વીટ કરીને આ એકેડમિક ગાઈડલાઈન્સ જાહેર કરી હતી.

યુજીસીનીનવી ગાઈડલાઈન્સ મુજબ ટર્મિનલ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા જે જુલાઈમાં લેવાનાર હતી જે હવે સપ્ટેમ્બર ૨૦૨૦ના અંતમાં લેવામાં આવશે.જયારેઈન્ટરમિડીયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓનેઅગાઉની ગાઈડલાઈન્સ પ્રમાણે આંતરિક મૂલ્યાંકનના આધારે પાસ કરવામાં આવશે.

યુજીસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘યુનિવર્સીટી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ટર્મિનલ/ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષાઓ સપ્ટેમ્બર ૨૦૨૦ના અંતમાં લેવામાં આવશે અને આ પરીક્ષાઓ ઓફલાઈન (પેન-પેપર) અથવા ઓનલાઈન પદ્ધતિ દ્વારા લેવામાં આવશે.

ગાઈડલાઈન્સમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વિદ્યાર્થી ટર્મિનલ/ફાઈનલ પરીક્ષામાં કોઈ પણ કારણોસર ભાગ ન લઇ શકે તો, તેને પાછળથી યુનિવર્સીટી દ્વારા યોજાનાર જે તે પેપર/કોર્સની સ્પેશીયલ પરીક્ષામાં બેસવા માટેની તક આપવામાં આવશે,જેથી કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય ન થાય. યુજીસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ નિયમો માત્ર ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ માટે જ માન્ય રહેશે.

તદુપરાંત યુજીસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઈન્ટરમીડીયેટપરીક્ષાઓ માટે તારીખ ૨૯ એપ્રિલ ૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન્સ જ લાગુ રહેશે. એટલે કે એ વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનના આધારે પાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ એપ્રિલ ૨૦૨૦માં યુજીસી દ્વારા પરીક્ષાઓ અને શૈક્ષણિક કેલેન્ડર સબંધિત મુદ્દાઓની સમીક્ષા કરવા માટે એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીના રીપોર્ટને આધારે યુજીસી દ્વારા ૨૯ એપ્રિલ ૨૦૨૦ના રોજ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી.

ત્યારબાદ યુજીસી દ્વારા કમિટીનેપુનઃસમીક્ષા કરીકોરોનાના વધતા સંક્રમણને જોતા નવા સત્રની શરૂઆત માટે તથા નવા સત્રના એડમીશન માટે વિકલ્પો સૂચવવા કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ૬ જુલાઈના રોજ યોજવામાં આવેલી મીટીંગમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યુજીસી દ્વારા ગાઈડલાઈન્સમાં ફેરફાર કરી પરીક્ષાઓ અને નવા સત્રની શરૂઆત માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top