કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ તમામ પરીક્ષાઓ રદ : શિક્ષણમંત્રી
ગાંધીનગર : કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ રાજ્યમાં લેવાનારી તમામ યુનિવર્સીટી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષની પરીક્ષાઓ લેવામાં આવશે. કેબિનેટ બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી.
અગાઉ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ ૨ જુલાઈ (આવતીકાલ)થી GTU દ્વારા યોજાનાર પરીક્ષાઓને લઈને વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને સંક્રમિત થવાનો ભય રહેશે. તેમજ ઓનલાઈન પદ્ધતિથી પરીક્ષા લેવી કઠિન છે અને બધા વિદ્યાર્થીઓ તેમ પરીક્ષા આપવા સક્ષમ નથી. આથી રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ રદ કરવા માટે વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી.
જોકે તેને અવગણતા GTU તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે, પરીક્ષાઓ ૨જી જુલાઈથી જ લેવાશે અને વિદ્યાર્થીઓ નક્કી કરેલા કેન્દ્રો ઉપર પરીક્ષા આપશે.' નોંધનીય છે કે આવતીકાલથી GTUની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારબાદ અન્ય યુનિવર્સિટીઓમાં પણ છેલ્લા વર્ષની પરીક્ષાઓ લેવાશે. આવતીકાલથી ૩૫૦ કેન્દ્રો પર GTUની પરીક્ષાઓનો પ્રારંભ થનાર હતો. પરંતુ હવે ફરીથી પરિસ્થિતિ બદલાઈ છે
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં કેન્દ્ર સરકાર તરફથી નિર્દેશ બાદ રાજ્યમાં તમામ પરીક્ષાઓ મોકૂફ રખાઇ છે. રાજ્યમાં GTU સહિત તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આવતી કાલે યોજાવા જઇ રહેલી GTU ની પરીક્ષા નહીં યોજાય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp