આ વર્ષે નહીં યોજાય CBSE ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાઓ

આ વર્ષે નહીં યોજાય CBSE ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાઓ, બોર્ડનો નિર્ણય.

06/25/2020 Education

SidhiKhabar

SidhiKhabar

આ વર્ષે નહીં યોજાય CBSE ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાઓ

નવી દિલ્હી: સીબીએસઈ (CBSE) બોર્ડની બાકી બચેલી પરીક્ષાઓ આ વર્ષે યોજાશે કે નહીં એ વિશે આજે બોર્ડ તરફથી નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ૧ જુલાઈથી ૧૫ જુલાઈ દરમિયાન યોજાનાર ધોરણ દસ અને બારની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. આજે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં હતી, જેમાં બોર્ડે બાકી રહેલી પરીક્ષાઓ ન યોજવા વિશે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી.

સીબીએસઈ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, ‘૧ જુલાઈથી ૧૫ જુલાઈ દરમિયાન યોજાનારી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે.’

આ નિર્ણય મુજબ ધોરણ દસની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. ધોરણ દસનું પરિણામ ઇન્ટરનલ પરીક્ષાના આધારે તૈયાર કરવામાં આવશે. જયારે ધોરણ બારના વિદ્યાર્થીઓને બે વિકલ્પો આપવામાં આવશે. તેમને પાછલી ત્રણ પરીક્ષાઓના પરિણામને આધારે ગુણ આપવામાં આવશે. અથવા આવનારા સમયમાં લેવામાં આવનારી ઈમ્પ્રુવમેન્ટ પરીક્ષા આપવાનો પણ વિકલ્પ આપવામાં આવશે.

સીબીએસઈ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું, જેના પગલે અમુક પેપર બાકી રહી ગયા હતા. બાકી રહેલી ૨૯ વિષયની પરીક્ષાઓ ફરીથી લેવા માટે બોર્ડે ૧ જુલાઈથી ૧૫ જુલાઈની તારીખ આપી હતી. પરંતુ આ પરીક્ષાઓ રદ કરવા માટે વાલીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આવનારા સમયમાં કોરોના વાયરસ ચરમસીમાએ હશે તેવા સમયમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી એ જોખમી રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું.

જેને લઈને સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ પાસે ૨૩ જૂન સુધી ખુલાસો માંગ્યો હતો. ત્યારબાદ આજે થયેલી સુનાવણીમાં કોર્ટ સમક્ષ સીબીએસઈની બાકી પરીક્ષાઓને રદ કરવાનો નિર્ણય જણાવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top