ધોરણ 10નું પરિણામ જાહેર, આ વખતે દીકરીઓએ મારી બાજી

ધોરણ 10નું પરિણામ જાહેર, આ વખતે દીકરીઓએ મારી બાજી

05/08/2025 Education

SidhiKhabar

SidhiKhabar

ધોરણ 10નું પરિણામ જાહેર, આ વખતે દીકરીઓએ મારી બાજી

થોડા દિવસ અગાઉ જ ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું હતું, તો આજે ધોરણ 10નું પણ પરિણામ આવી ગયું છે. આ વખતે ધોરણ 10ના પરિણામમાં દીકરીઓએ બાજી મારી છે. આ વખતે ધોરણ-10નું 83.08 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધારે છે, ગત વર્ષે ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું હતું, જ્યારે આ વખત 83.08 ટકા પરિણામ આવ્યું છે.


ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી

ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી

વિદ્યાર્થી ગુજરાત બોર્ડની વેબસાઈટ અને વ્હોટ્સએપ નંબર પરથી પરિણામ જાણી શકશે. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો યોજાઈ હતી, જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી. આ વર્ષે દીકરીઓએ દીકરાઓએ બાજી મારી છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.24 ટકા આવ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા આવ્યું છે.

આ વર્ષે બનાસકાંઠા જિલ્લો ધોરણ 10ના પરિણામમાં 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. જ્યા સૌથી ઓછું પરિણામ ખેડા જિલ્લામાં આવ્યું  છે, અહીં 72.55 ટકા પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામવાળી શાળાઓની વાત કરીએ તો આ વર્ષે 1574 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે, 201 સ્કૂલોમાં 30 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે, જ્યારે 0 ટકા પરિણામ વાળી સ્કૂલો 45 છે.


ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામ 3 દિવસ વહેલું આવ્યું

ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામ 3 દિવસ વહેલું આવ્યું

બોર્ડની વેબસાઇટ gseb.org પર પોતાનો સીટ નંબર દાખલ કરીને અને વોટ્સએપ નંબર 6357300971થી પરિણામ જાણી શકાશે. ગત વખત કરતા આ વર્ષે પરિણામ 3 દિવસ વહેલું આવ્યું છે. મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ આવ્યું છે, ભાવનગરના ભોળાદ કેન્દ્રનું પરિણામ પણ 99.11 ટકા અને સૌથી ઓછું પરિણામ ખેડાના અંબાવ કેન્દ્રનું 29.56 ટકા આવ્યું છે, સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાનું 89.29 ટકા છે, સૌથી ઓછું પરિણામ ખેડા જિલ્લાનું 72.55 ટકા અને 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 1574 છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top