અમદાવાદ : ખાનગી શાળાઓમાં ફી માફી મુદ્દે વાલીમંડળે કરેલી અરજી મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. વાલીઓએ કરેલ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. રાજસ્થાન, ઓરિસ્સા, પંજાબ, દિલ્હી, હરિયાણા ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ગુજરાત આમ આઠ રાજ્યોમાંથી વાલીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેઓ હાઈકોર્ટને આ મામલે અરજી કરે.
વાલીઓએ કોર્ટમાં ઓનલાઈન શિક્ષણ અને ફી વસુલવા મામલે રોક લગાવવામાં આવે તે માટે અરજી કરી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે લોકડાઉન સમયમાં આર્થિક તંગીના કારણે ત્રણ મહિનાની ફી માફ કરવામાં આવે અને ઓનલાઈન શિક્ષણ ઉપર રોક લગાવવામાં આવે.
આ મામલે ચીફજસ્ટિસએ એસ બોબડે, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એ એસ બોપન્નાની બેંચે વાલીઓનેકહ્યું હતું કે દરેક રાજ્યોના વાલીઓ અને ત્યાંના સંજોગો જુદા છે. તેથી તેમણે આ મામલે જે તે રાજ્યની હાઈકોર્ટમાંઅરજી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટ હાલ આ મામલે કોઈ હસ્તક્ષેપ કરવા માંગતી નથી તેથી વાલીઓએ હાઇકોર્ટનો સંપર્ક કરવો જોઈએ તેમ જણાવવામાં આવ્યું હતું.
વાલીઓએ કોર્ટમાં ઓનલાઈન શિક્ષણ અને ફી વસુલવા મામલે રોક લગાવવામાં આવે તે માટે અરજી કરી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે લોકડાઉન સમયમાં આર્થિક તંગીના કારણે ત્રણ મહિનાની ફી માફ કરવામાં આવે અને ઓનલાઈન શિક્ષણ ઉપર રોક લગાવવામાં આવે. હવેઆ ચુકાદા બાદ ગુજરાતના વાલીઓ અગામી સમયમાં હાઈકોર્ટમાં અરજી કરી શકે છે તેવું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં વધતા કોરોના સંક્રમણના કારણે માર્ચ મહિનાથી આખા દેશમાં શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. ઉપરાંત લોકડાઉનના કારણે ધંધા-કારોબાર ઉપર પણ માઠી અસર પડી છે. જેથીરાજ્યનીખાનગી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની ત્રણ મહિના દરમિયાનની ફી માફ કરવામાં આવે તે પ્રકારની માંગ વાલીઓ લાંબા સમયથી કરી રહ્યા છે.
અગાઉ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા આ બાબતે રાજ્યની શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓની ફી માફ કરવામાં આવે તે માટે રાજકોટ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘હાલ લોકડાઉનના કારણે અનેક નાના અને મધ્યમવર્ગીય પરિવારો આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. આથીતેમની પાસેથી ફી ન ઉઘરાવીને તેમણે રાહત આપવામાં આવે.’